સૌથી મોટા સમાચાર; જાણો રાજપુત સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલનને લઈને શું કરી જાહેરાત?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ રાજપુત સંકલન સમિતિની આજે (ગુરુવાર) બેઠક મળી હતી. આ બેઠકમાં સંકલન સમિતિના તમામ 15 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં સંકલન સમિતિના અગામી સામાજિક કાર્ય અંગે પણ ચર્ચા થઇ હતી. રાજપુત સંકલન સમિતિએ આંદોલનમાં ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને સહયોગ આપનારા તમામનો આભાર માન્યો હતો.

સૌથી મોટા સમાચાર; જાણો રાજપુત સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલનને લઈને શું કરી જાહેરાત?

ઝી બ્યુરો/રાજકોટ: પરશોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય આંદોલનમાં રોષ ફાટી નીકળ્યો હતો. પરંતુ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ રાજપુત સંકલન સમિતિની આજે (ગુરુવાર) બેઠક મળી હતી. આ બેઠકમાં સંકલન સમિતિના તમામ 15 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં સંકલન સમિતિના અગામી સામાજિક કાર્ય અંગે પણ ચર્ચા થઇ હતી. રાજપુત સંકલન સમિતિએ આંદોલનમાં ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને સહયોગ આપનારા તમામનો આભાર માન્યો હતો.

શંકરસિંહ વાઘેલાએ ખોડલધામમાં જે નિવેદન આપ્યું હતું તે અંગે સ્પષ્ટતા
રાજપુત સંકલન સમિતિએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ તરફથી કોઇ શાંતિ ડહોળાઈ નથી, તે બદલ આભાર. આ રાજકીય લડાઇ નહી ચળવળ હતી, જે 45 દિવસ ચાલી હતી. સર્વે સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનનોને વિનંતી છે કે અંગત રાગ દ્વેષ રાખવો નહી. કોઇ એવા નિવેદન કરવા નહીં, જેથી કોઇ વ્યક્તિગત કે રાગદ્વેષ ઉભો થાય. આ એક અસ્મિતાની લડાઇ હતી. શંકરસિંહ વાઘેલાએ ખોડલધામમાં જે નિવેદન આપ્યું હતું તે અંગે પણ રાજપુત સંકલન સમિતિએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે આંદોલન ચાલુ કે બંધ કરવાનો અધિકાર ક્ષત્રિય સમાજ અને કોર કમિટીનો છે. તેમનાથી શરત ચુકથી આ નિવેદન અપાયું હોઇ શકે. કોઇના દોરી સંચારથી આ આંદોલન ચાલતું નહોતું. 

25 દિવસ અમે ભારતીય જનતા પાર્ટીને હંફાવી: સંકલન સમિતિ
સંકલન સમિતિએ આંદોલન ચલાવવું એક માત્ર માધ્યમ હતું. સામાજિક અને શૈક્ષણિક કયા કાર્યો કરવા અને મહારાણા પ્રતાપની જન્મ જયંતી ઉજવવા તે અંગે ચર્ચા થઇ છે. અમે ભાજપનો વિરોધ કર્યો એટલે કોઇ પક્ષનું સમર્થન કરતા નથી. શંકરસિંહ વાઘેલા અમારા સમાજના સન્માનીય આગેવાન છે. અમારી લડાઇ ચુંટણીના વિજય પરાજયની હતી જ નહી, 25 દિવસ અમે ભારતીય જનતા પાર્ટીને હંફાવી છે. જો રૂપાલા ન હારે તો પરિણામની ચિંતા વગર લડાઇ લડ્યા છીએ. અમારી કોઇની સાથે દુશ્મની કે દોસ્તી નથી. ક્ષત્રિય સમાજે 80 ટકા ભાજપના વિરોધમાં મતદાન કર્યું છે. પરિણામથી અમારી અસ્મિતાની લડાઇને આંચ આવવાની નથી. 

અમે અત્યારે આંદોલનને માત્ર વિરામ આપીએ છીએ
રાજપુત સંકલન સમિતિએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું હતું કે અમે અત્યારે આંદોલનને માત્ર વિરામ આપીએ છીએ. આંદોલન કોઇ વ્યક્તિ સામે નહી અસ્મિતા માટે હતું. અમારી ચેતવણી કે આંદોલન સાથે સંકળાયેલા અમારા આગેવાનોને રંજાડવા નહીં, નહી તો વિરામ લીધેલું આંદોલન ફરી વેગ પકડશે. 

અમને વસ્તીનાં પ્રમાણે મહત્વ મળવુ જોઇએ: સંકલન સમિતિ
તેમણે જણાવ્યું હતું કે રૂપાલાનો વ્યક્તિગત વિરોધ હોત તો તેમના આંતરિક જીવન વિશે પણ વાતો થાત. તેઓ ભાજપ રાજકોટના ઉમેદવાર હતા તે વિરોધ હતો. અમને વસ્તીનાં પ્રમાણે મહત્વ મળવુ જોઇએ. રૂપાલાએ મતદાન બાદ માંગેલી માફી અંગે પણ સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા કરી હતી. આ ચર્ચાને કોર કમિટી અને અન્ય સંસ્થાઓ વચ્ચે મુકીશું. તમામ સંસ્થાઓ નક્કી કરી નિર્ણય કરશે. ધર્મરથ સાથે સંકળાયેલા નેતાઓ પદયાત્રા સાથે ધાર્મિક સ્થાને જઇ ગુજરાત શાંત રહેવા બદલ વંદન કરી આભાર વ્યક્ત કરશે. 

 અમારી લડાઇ મહિલાઓ માટે બોલાયેલા શબ્દોની હતી: તૃપ્તિબા રાઓલ
રાજપુત સંકલન સમિતિના સભ્ય તૃપ્તિબા રાઓલે કહ્યું હતું કે અમારી લડાઇ મહિલાઓ માટે બોલાયેલા શબ્દો માટેની હતી. મારી સામે ઘણા વ્યક્તિગત નિવેદનો કરવામાં આવ્યા હતા. મે કોઇને વ્યક્તિગત ટાર્ગેટ કરી નિવેદન કર્યા નથી. મારી સામે થયેલા વ્યક્તિગત પ્રહારો હતા, જેના જવાબ આપવા યોગ્ય નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news