કોણ કહે છે ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે? આ તારીખ પછી મેઘો તરખાટ મચાવશે? જાણો અંબાલાલની આગાહી
rain forecast: હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાય રહી છે. તેમ છતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતાં હજુ કેટલાક દિવસો બાકી છે. આખરે ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે.
Ambalal Patel predication: ગુજરાતમાં આગામી 4 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવશે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાય રહી છે. તેમ છતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતાં હજુ કેટલાક દિવસો બાકી છે. આખરે ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. જેની હવામાન વિભાગે પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ત્યારે મેઘરાજા જતાં જતાં પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધમધોકાર વરસી રહ્યા છે.
સુરત શહેરના આ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર વરસાદ: કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાયું
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 26 સપ્ટેમ્બરે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. તેમજ મુંબઈ નજીકના ભાગમાં 30 સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનવાની છે. આ સિસ્ટમ લો પ્રેશર બનશે. જેના લીધે મહારાષ્ટ્ર મુંબઈ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
સૌંદર્યવાન યુવતીના ચક્કરમાં અમદાવાદનો બિલ્ડર ફસાયો, ઓનલાઇન મિત્રતા 62 લાખમાં પડી
26 સપ્ટેમ્બરથી સિસ્ટમ સક્રિય થશે અને 30 સપ્ટેમ્બરે સિસ્ટમ મજબુત થશે. લો પ્રેશરમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. હાલ તેની ગતિવિધિ પૂર્વ ભારત તરફ રહેવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં 3 ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. 6થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. ઓક્ટોબરની શરુઆતમાં આ સિસ્ટમના કારણે પૂર્વભાગમાં વરસાદ થશે. જોકે, ઓક્ટોબરથી ગુજરાતના ભાગોમાંથી ચોમાસું પીછેહટ થતું જોવા મળશે અને ગરમી વધશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. 27 સપ્ટેમ્બરે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 15 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.
રાજકોટ વોકળાનો સ્લેબમાં મોટો ખુલાસો : બિલ્ડરે ખર્ચ ઘટાડવા સ્લેબની જાડાઈ ઘટાડી હતી
ગુજરાતમાં ખેડૂતો સાથે આ વર્ષે મેઘરાજાએ જાણે સંતાકૂકડી જ રમ્યા છે. જેમાં આગમન સાથે મેઘરાજા મૂશળધાર વરસ્યા, જે બાદ આખો ઓગસ્ટ મહિના કોરો ધાકોર ગયો. અને જેવો સપ્ટેમ્બર શરૂ થયો કે ફરી મેઘરાજાએ પોતાની તોફાની ઈનિંગ્સ શરૂ કરી. ત્યારે હવે અંતે હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ હોવાની જાહેરાત કરી દીધી છે.
એકદમ દમદાર હશે ઓક્ટોબરની શરૂઆત, તુલામાં મંગળની એન્ટ્રી આપશે છપ્પડફાડ ધન-સંપત્તિ
ગુજરાતમાંથી મેઘરાજાની વિદાય શરૂ થઈ ગઈ છે ત્યારે ભારે વરસાદ સાથે મેઘરાજા વિદાય લઈ રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેમાં રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે મેઘરાજા તોફાની ઈનિંસ રમ્યા. માત્ર દોઢ કલાકમાં સવા બે ઈંચ જેટલો વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
LIC Policy: 30 સપ્ટેમ્બરને બંધ થઇ જશે એલઆઇસીની પોલિસી, ફક્ત 5 દિવસનો છે સમય
જૂનાગઢમાં પણ મેઘરાજાએ મેઘ મહેર વરસાવી. જેમાં ગીરનાર પર્વત પર ભારે અને ઉપલા દાતાર પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. યાત્રાળુઓના ધસારા વચ્ચે ભારે વરસાદ થતાં યાત્રિકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે તો સત્તાવાર રીતે દેશ સહિત ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની જાહેરાત કરી દીધી છે. તેમ છતાં હજુપણ થોડા દિવસ ગુજરાત પર વરસાદનું જોર રહેશે. જેમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે.
પાટિયા પર બેસી મુસાફરીના દિવસો ગયા! સાવ સસ્તામાં કરો વિદેશ જેવી શાનદાર ટ્રેનનો સફર
અમરેલીના રાજુલા અને ખાંભામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જેમાં રાજુલાના ચોત્રા ગામમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ થતાં ગામના બજારોમાં પાણી વહેતા થયા, સાથે જ ખાંભાની ધાતરવડી નદીમાં નવા નીરની આવક પણ થવા પામી હતી. ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેમાં માલશ્રમ, કાજ, બાવાના પીપળવા, જંત્રાખડી સહિતના વિસ્તારમાં એક કલાકમાં જ ભારે વરસાદ થતાં પાણી-પાણી થયા હતા. મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો.. જેમાં મોરબીના હળવદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો.. ગણતરીની મિનિટોમાં જ એક ઈંચ વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થયા હતા.
વિચલિત કરે તેવા દ્રશ્યો, જીવલેણ તાર વચ્ચે લટક્યો યુવક, ઝોલા ખાતી યુવકની જિંદગી
રાજ્યમાં સરેરાશ 35 ઈંચ સાથે સિઝનનો 102 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેમાં 69 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. તો 144 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ અને 38 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે. તો એકપણ તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ આ વર્ષે વરસ્યો નથી. હાલ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે હજુપણ થોડા દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
જૂનાગઢ : કારમા ગુંગળાઈ જતા બાળકે ગુમાવ્યો જીવ, ન્હાવાનું ગમતુ ન હોવાથી કારમાં સંતાયો