Narmada Dam: ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના વધુ એટલે કે ૧૧૩ ડેમ સંપૂર્ણ-૧૦૦ ટકા, અને ૬૬ ડેમમાં ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે ૧૪ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા, ૦૮ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૦૫ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણીનો સંગ્રહ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો


આ ઉપરાંત ૧૫૮ ડેમને હાઈ એલર્ટ, ૧૨ ડેમ એલર્ટ, અને ૦૯ ડેમને વોર્નિંગ  આપવામાં આવી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૩૦,૩૨૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૮ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૫,૧૮,૧૦૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૨ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે.


મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?


30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે
ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. ખંભાતના અખાતમાં સક્રિય સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે આગામી દિવસમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. 


ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા


પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, વડોદરા અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હજુ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે.