મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર કરાશે સીધી ભરતી, આ રહી સંપૂર્ણ વિગતો

ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે.

મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર કરાશે સીધી ભરતી, આ રહી સંપૂર્ણ વિગતો

Gujarat Police Recruitment: રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-2025માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે. 

વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં 129 એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, ૧૨૬ વાયરલેસ પી.એસ.આઈ, ૩૫ એમ.ટી. પી.એસ.આઈ, ૫૫૧ ટેકનીકલ ઓપરેટર, ૪૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૧, ૨૬ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-૨, ૧૩૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૨, ૭૨૧૮ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૧૦ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૨૧૪ એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૦ જેલ સિપાઈ(પુરુષ) અને ૩૧ જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

આ ઉપરાંત વર્ષ-૨૦૨૫માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની ૪૫ તથા જુનીયર ક્લાર્કની ૨૦૦ જગ્યાઓ મળી કુલ-૨૪૫ જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news