ગુજરાતના 5 જિલ્લાના 16 તાલુકામાં વરસાદ; ભાવનગરમાં મીની વાવાઝોડું ફૂંકાયું, અનેક ઘરોનાં છાપરાં ઉડ્યાં
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ઘોઘા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાણોદર, ભંડારીયા, તણસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી વચ્ચે ભાવનગર શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ સાથે વરસાદની શરુઆત થઈ છે. ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અનેક ઘરોનાં છાપરાં ઉડ્યાં હોવાના સમાચાર મળી રહ્યા છે. સિહોરમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વીજ કરંટથી એક વ્યક્તિનું મોત થયું છે.
અમદાવાદમાં બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? વાસણા બેરેજના દરવાજા ખોલાયા, મીઠાખળી
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ઘોઘા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાણોદર, ભંડારીયા, તણસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. સિહોર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. જ્યારે ભાવનગર શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે. ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ છે.
પાટીદારો સનાતનનો પ્રચાર કરતા રહો, હુ ફરી વિશ્વઉમિયાધામ પધારી કથા કરીશ: બાબા બાગેશ્વર
નોંધનીય છે કે, ગુજરાતના 5 જિલ્લાના 16 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ મહેસાણાના બેચરાજીમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે અને અનેક સ્થળે વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં ભારે વરસાદ, આજે મેચ નહીં રમાઈ તો કોણ બનશે ચેમ્પિયન? જાણો
સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો પોરબંદર, પાટણ, મહેસાણાની સાથોસાથ બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતી કાલે ગુજરાતમાં સૂસવાટાભેર પવન અને ગાજવીજ સાથે માવઠું થવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.
અમદાવાદમાં કરા સાથે ધોધમાર વરસાદ; વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારો જળબંબાકાર