IPL 2023 Final: અમદાવાદમાં ભારે વરસાદ, આજે મેચ નહીં રમાઈ તો કોણ બનશે ચેમ્પિયન? જાણો
CSK vs GT Final: ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલ 2023ની ફાઇનલ મેચ આજે રમાવાની છે. પરંતુ મેચ પહેલાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.
Trending Photos
અમદાવાદઃ CSK vs GT Final IPL 2023: IPL 2023 ની ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ગુજરાતમાં રમવાની છે. પરંતુ મેચ પહેલા જ વરસાદ શરૂ થયો હતો. આથી મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. જો સતત વરસાદ ચાલુ રહેશે તો મેચને લઈને અનેક પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે. જો આજે મેચની ઓછામાં ઓછી 5 ઓવર પૂરી ન થઈ શકે તો તેને રિઝર્વ ડે પર રમાડવામાં આવશે. ચેન્નાઈ અને ગુજરાતની ટીમો તૈયાર છે. પરંતુ વરસાદ રમતને બગાડી શકે છે.
અમદાવાદમાં વરસાદના કારણે ટોસ મોડો થશે. ચાહકો ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદ બંધ થઈ ગયો છે. જો IPLએ ફાઈનલ મેચને લઈને અનેક પ્રકારના નિયમો બનાવ્યા છે. જો વરસાદ બંધ થાય તો 9.40 વાગ્યા સુધીમાં રમત શરૂ કરી શકાય છે અને ઓવર ઓછી કરવામાં આવશે નહીં. પરંતુ આ પછી ઓવરો કાપવામાં આવશે. જો વરસાદના કારણે આજે ઓછામાં ઓછી 5 ઓવર રમાઈ નથી તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આજે મેચ નહીં રમાય તો આ મેચ સોમવારે રમાશે.
𝐉𝐮𝐬𝐭 𝐈𝐧!
Tomorrow is a reserve day 🙏🏼
No overs will be lost until 9.35pm ⏳ https://t.co/Eui41V7tyQ
— Gujarat Titans (@gujarat_titans) May 28, 2023
નોંધપાત્ર રીતે, ક્વોલિફાયર 2 દરમિયાન પણ વરસાદ પડ્યો હતો. પરંતુ ઓવર કપાઈ ન હતી. આ મેચ લગભગ અડધો કલાક મોડી શરૂ થઈ હતી. ક્વોલિફાયર 2 ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતે જીત મેળવી હતી. આ જીત સાથે ગુજરાતે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. શુભમન ગિલે ટીમ માટે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. મોહિત શર્માએ પણ ગુજરાતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 5 વિકેટ લીધી હતી. હવે ફરી એકવાર ટીમ આ ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે