ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને આવ્યા મોટા અપડેટ
અગામી બે દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ખાડીમાં ઉદભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને અગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. પરંતુ સાથે એમ પણ કહ્યું છે કે, રાજ્યમાં આઠ ઓગસ્ટથી વરસાદનું જોર ધીમું થશે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. ગઇ કાલે વરસેલા વરસાદે રાજ્યનાં વરસાદની બે ટકા ઘટ પૂરી છે, જેથી રાજ્યનો અત્યાર સુધી કુલ વરસાદ 45 ટકા નોંધાયો છે.
ગૌરવ પટેલ/અમદાવાદ :અગામી બે દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ખાડીમાં ઉદભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને અગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. પરંતુ સાથે એમ પણ કહ્યું છે કે, રાજ્યમાં આઠ ઓગસ્ટથી વરસાદનું જોર ધીમું થશે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. ગઇ કાલે વરસેલા વરસાદે રાજ્યનાં વરસાદની બે ટકા ઘટ પૂરી છે, જેથી રાજ્યનો અત્યાર સુધી કુલ વરસાદ 45 ટકા નોંધાયો છે.
ગુજરાતમાં રામભક્તોએ શેરીએ શેરીએ ફટાકડા ફોડ્યા, અમરેલીમા વિહિપ કાર્યાલયનુ ભૂમિ પૂજન કરાયું
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર તેમજ અરબી સમુદ્ર નજીક બનેલા સાયક્લોનિક સકર્યુલેશનના કારણે આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે 5 ઓગસ્ટે મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં, 6 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં તથા 7 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સારો વરસાદ થવાની આગાહી છે.
બંગાળની ખાડીમાં ઉભુ થયેલું લો પ્રેશર તેમજ સાઉથ ગુજરાત રીજીયન અને ઉત્તર અરબી સમુદ્ર નજીક બનેલ સાયકલોનીક સકર્યુલેશનના પ્રભાવે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં સારો વરસાદ થવાની શકયતા છે. 7 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકા તથા કચ્છ વિસ્તારમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા સૂચના અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર