ગુજરાતમાં જામ્યું ચોમાસું! મેઘરાજાની છેલ્લા 24 કલાકમાં જોરદાર બેટિંગ, આ તાલુકાઓમાં પાણી જ પાણી
Gujarat Heavy Rains: વરસાદ આમ તો ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહ્યો છે, પરંતુ આ વરસાદ પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે હતો. જો કે હવે જે વરસાદ શરૂ થયો છે તે ચોમાસાનો વરસાદ છે, ગુજરાતના આકાશમાંથી કાચું સોનું વરસવાની શરૂઆત થઈ ગઈ છે, ખેડૂતોએ પણ ખેતરમાં હળ જોડીને વાવણી શરૂ કરી દીધી છે.
Gujarat Monsoon 2024: જે કાળઝાળ ગરમીનો સામનો ગુજરાતીઓએ કર્યો તેઓ હવે વરસાદને વધાવવા તૈયાર થઈ જાય, કારણ કે રાજ્યમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ત્રણથી ચાર દિવસ વહાલા ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, ચોમાસાનો પ્રારંભ થતાં જ અન્નદાતાએ હળ જોડી દીધા છે અને વાવણીની શરૂઆત કરી છે.
15 સપ્ટેમ્બર બાદ શું ગુજરાતમાં વધી શકે છે આવા કેસ? વરસાદની આ આગાહી સાચી પડી તો...!!
- ગુજરાતમાં આવી ગયું ચોમાસું
- અન્નદાતામાં છવાયો આનંદ
- ખેડૂતોએ જોડી દીધા હળ
- મોરના સંભળાવા લાગ્યા ટહૂકા
- 24 કલાકમાં 26 તાલુકામાં મેઘાની રમઝટ
- સંતરામપુરમાં સાંબેલાધાર!
156ના પાવર વાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો આંક બદલાયો, આ નેતાઓને બનવુ છે મંત્રી
આ વખતે ગુજરાતમાં પડેલી કાળઝાળ ગરમીને ગુજરાતીઓ ભૂલી શકે તેમ નથી, 47 ડિગ્રીમાં અમદાવાદીઓએ શેકાવું પડ્યું હતું. ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું પરંતુ ચોમાસાનો આરંભ થઈ ગયો છે, દક્ષિણમાં ચોમાસાએ દેખા પણ દઈ દીધી છે અને ચોમાસું ધીરે ધીરે ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યું છે. આ વખતે વરસાદ ધમાકેદાર રહેવાની આગાહી છે, તેનો અણસાર પણ મળી ગયો છે, કારણ કે ચોમાસું આ વખતે 4થી 5 દિવસ વહેલા શરૂ થયું છે.
ગુજરાતમાં બાળકોને શાળાએ મોકલવા'યે મોંઘા; રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં વધારો
વરસાદ આમ તો ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહ્યો છે, પરંતુ આ વરસાદ પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે હતો. જો કે હવે જે વરસાદ શરૂ થયો છે તે ચોમાસાનો વરસાદ છે, ગુજરાતના આકાશમાંથી કાચું સોનું વરસવાની શરૂઆત થઈ ગઈ છે, ખેડૂતોએ પણ ખેતરમાં હળ જોડીને વાવણી શરૂ કરી દીધી છે. ગુજરાત જ નહીં આંદામાન નિકોબાર અને કેરળમાં પણ ચોમાસાનો આરંભ વહેલો થયો છે અને તેનો જ ફાયદો ગુજરાતને થયો છે.
'પાર્ટીને લીડ ના અપાવી શક્યો, હું ખુબ જ દુઃખી છું, મારા પર કાર્યવાહી કરી શકો છો'
મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં જોરદાર બેટિંગ કરી છે, સંતરામપુરમાં તો સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. દોઢ ઈંચ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો મહીસાગરના કડાણામાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો સંતરામપુરમાં 40 મિલિમીટર, મોરવાહડફમાં 27 મિલિમીટર, કલોલમાં 22, સંજેલીમાં 15, કડીમાં 12, ગાંધીનગરમાં 11, કપરાડામાં 10, જેતપુરમાં 8 મિલિમીટર વરસાદ વરસ્યો હતો. તો રાજુલા, ખેરગામ, ભચાઉ, અમદાવાદ, છોટાઉદેપુર અને ધાનપુરમાં 5-5 મિલિમીટર વરસાદ પડ્યો હતો. તો હજુ પણ હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે.
PM પછી કયા મંત્રાલય પાસે હોય છે સૌથી વધુ પાવર? કોણ છે દેશના બીજા સૌથી પાવરફૂલ મંત્રી
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?
- સંતરામપુર 40 MM
- મોરવા (હડફ) 27 MM
- કલોલ 22 MM
- સંજેલી 15 MM
- કડી 12 MM
- ગાંધીનગર 11 MM
- કપરાડા 10 MM
- જેતપુર 8 MM
- રાજુલા, ખેરગામ, ભચાઉ, અમદાવાદ, છોટાઉદેપુર, ધાનપુરમાં 5-5 MM
Silver Price: ચીન-અમેરિકાએ તોડ્યું ચાંદીનું અભિમાન, કડકભૂસ થઇને 8,332 રૂપિયાનો ઘટાડો
હવામાન વિભાગે ગુજરાતમાં સારા વરસાદની સાથે ઠંડરસ્ટોર્મની પણ આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શરૂઆતમાં ગુજરાતમાં મધ્યમ વરસાદ રહી શકે છે, પરંતુ પાછળથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તે નક્કી છે, આ વખતે વરસાદ સારો રહેવાનું અનુમાન છે, ત્યારે આપણે સૌ આશા રાખીએ કે, મેઘરાજા જરૂરિયાત પુરતા મનમુકીને વરસે અને તેનો સીધો ફાયદો અન્નદાતાને થાય.