પ્રધાનમંત્રી પછી કયા મંત્રાલય પાસે હોય છે સૌથી વધુ પાવર? કોણ છે દેશના બીજા સૌથી પાવરફૂલ મંત્રી?

કેવી રીતે નક્કી થાય છે મંત્રીઓનો પાવર? શું વિભાગ પ્રમાણ વેંચવામાં આવે છે શક્તિ? કયો વિભાગ હોય છે સૌથી શક્તિશાળી? શું છે તેની પાછળના કારણો જાણો વિગતવાર...પ્રધાનમંત્રી પછી કયા મંત્રી હોય છે સૌથી પાવરફૂલ?

1/12
image

લોકસભાની ચૂંટણીમાં ભાજપને 240 સીટો મળવા છતાં NDA ગઠબંધનના સહિયોગથી નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બની ગયા. આ સાથે જ નવી સરકારની રચના પણ થઈ ચુકી છે અને નવી સરકારના નવા મંત્રીઓ પણ શપથ લઈને પોતાનો ચાર્જ સંભાળી ચુક્યા છે. લોકસભા ચૂંટણીમાં જીત બાદ પીએમ મોદીની સાથે આ વખતે કુલ 72 સાંસદોએ મંત્રી પદના શપથ લીધાં. જેમાં 30 સાંસદોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધાં. જ્યારે આ યાદીમાં 5 સાંસદોને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર પદભાર સૌંપવામાં આવ્યો અને આ ઉપરાંતના 36 સાંસદોને MOS એટલેકે, મિનિસ્ટર ઓફ સ્ટેટ રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યાં. સવાલ એ થાય કે, 72 મંત્રીઓના આટલા મોટા વિશાળ મંત્રી મંડળમાં પ્રધાનમંત્રી પછી સૌથી પાવરફૂલ મંત્રી કોણ?

2/12
image

પ્રધાનમંત્રી પોતાનું એક કેબિનેટ બનાવે છે જેમાં તેઓ કેબિનેટ કક્ષાના મંત્રીઓને સ્થાન આપે છે. ત્યાર બાદ નીચલા ક્રમમાં કેટલાંક મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી બનાવીને તેમને જેતે વિભાગનો સ્વતંત્ર પદભાર સૌંપવામાં આવે છે. આ ઉપરાંત એનાથી નીચેની હરોળમાં બાકીના મંત્રીઓને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવે છે. સામાન્ય રીતે રાજ્યકક્ષાના મંત્રીઓ પાસે સીધી રીતે કોઈ સાઈનિંગ ઓથોરિટી હોતી નથી. તેઓ પોતાના વિભાગના કેબિનેટ મંત્રીની મદદમાં કામ કરતા હોય છે. જ્યારે જે મંત્રીઓને રાજ્યકક્ષાના હોવા છતાં સ્વતંત્ર પદભાર સોંપાયો હોય તેમને વધારે સત્તા આપવામાં આવે છે. 

3/12
image

આ સાથે પ્રધાનમંત્રી પોતાના સિનિયર મિનિસ્ટર્સની એક સ્પેશિયલ કાઉન્સીલની રચના કરે છે. જેને CCS કહેવામાં આવે છે. આ CCS એટલે કેબિનેટ Cabinet Committee on Security. કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટીમાં દેશના સૌથી પાવરફૂલ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી બાદ દેશના અન્ય ચાર મંત્રીઓ પાસે હોય છે સૌથી વધારે પાવર. એ જ કારણે અન્ય ચાર મંત્રીઓને CCS માં સામેલ કરવામાં આવે છે. કયા હોય છે આ ચાર મંત્રાલયો એ પણ જાણીએ.

4/12
image

પ્રધાનમંત્રી ઉપરાંત CCS માં સામેલ કરવામાં આવે છે બીજા ચાર સૌથી પાવરફૂલ મંત્રીઓને. જેમના વિભાગોને આધારે તેમને પાવરફૂલ ગણવામાં આવે છે. એ મુજબ જોવા જઈએ તો પ્રધાનમંત્રી ઉપરાંત કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટીમાં દેશના રક્ષા મંત્રી, ગૃહ મંત્રી, નાણાં મંત્રી અને વિદેશ મંત્રીનો સમાવેશ કરવામાં આવે છે. આ ચાર મંત્રાલયોને પ્રધાનમંત્રી બાદ સૌથી વધારે પાવર આપવામાં આવે છે.

5/12
image

હવે સવાલ એ થાય છેકે, આ ચાર મંત્રાલયોમાંથી પણ પીએમ બાદ બીજો નંબર કોનો આવે, જેની પાસે સૌથી વધારે સત્તા હોય?

6/12
image

2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. આ જ કારણ છે કે હવે કેન્દ્રમાં NDAની સરકાર છે. 9 જૂને કુલ 72 સાંસદોએ મોદી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા અને મોદી 3.O સરકારની રચના થઈ.

7/12
image

જેમાં વડાપ્રધાન પદ નરેન્દ્ર મોદી પાસે છે. હવે પહેલાની જેમ ગૃહ મંત્રાલય અમિત શાહ પાસે, સંરક્ષણ મંત્રાલય રાજનાથ સિંહ પાસે અને વિદેશ મંત્રાલય એસ જય શંકર પાસે રાખવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે વડાપ્રધાન પછી કયું મંત્રાલય સૌથી શક્તિશાળી માનવામાં આવે છે? ચાલો તમને જણાવીએ. વિભાગ પ્રમાણે મંત્રીઓની સત્તા કેવી રીતે નક્કી થાય છે, કેમ આ વિભાગને સૌથી શક્તિશાળી કેમ ગણવામાં આવે છે? 

સૌથી શક્તિશાળી મંત્રાલય કયું છે?

8/12
image

વડાપ્રધાન પછી દેશમાં જો કોઈ મંત્રાલય સૌથી શક્તિશાળી માનવામાં આવે છે તો તે ગૃહ મંત્રાલય છે. ગૃહ મંત્રાલય ભારતીય રાજ્ય વિભાગ તરીકે કાર્ય કરે છે. તે મુખ્યત્વે આંતરિક સુરક્ષા અને દેશની સ્થાનિક નીતિની જાળવણી માટે જવાબદાર છે. આ સિવાય ગૃહ મંત્રાલય રાજ્યોના બંધારણીય અધિકારોમાં દખલ કર્યા વિના સુરક્ષા, શાંતિ અને સૌહાર્દ જાળવવાનું કામ કરે છે.

NIA પણ આ અંતર્ગત આવે છે

9/12
image

આ સિવાય NIA પણ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તમને જણાવી દઈએ કે, NIAની રચના વર્ષ 2008માં મુંબઈ આતંકી હુમલા બાદ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલય હેઠળની આ એજન્સીમાં લગભગ 600 કર્મચારીઓ કામ કરે છે.

10/12
image

NIAની સત્તાઓ વિશે વાત કરીએ તો, તે માનવ તસ્કરી સંબંધિત ગુનાઓ, નકલી નોટો સંબંધિત ગુનાઓ, સાયબર આતંકવાદ, વિસ્ફોટક પદાર્થો સંબંધિત ગુનાઓ, પ્રતિબંધિત હથિયારોના ઉત્પાદન અથવા વેચાણની તપાસ કરે છે. આ સિવાય NIA પાસે વિદેશમાં કરવામાં આવેલા આવા લિસ્ટેડ ગુનાઓની તપાસ કરવાની સત્તા પણ છે.

11/12
image

તમને જણાવી દઈએ કે, ભારતીય પોલીસ સેવા, ભારતીય મહેસૂલ સેવા, રાજ્ય પોલીસ, આવકવેરા, NIA અધિકારીઓ ઉપરાંત CRPF, ITBP, BSF જેવા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંથી પણ પસંદ કરવામાં આવે છે. સાથે જ NIAમાં પરીક્ષા દ્વારા નવા લોકોની ભરતી પણ કરવામાં આવે છે.

12/12
image

આજે નવી સરકારના ચૂંટાયેલાં સાંસદો પૈકી એનડીએના નક્કી કરાયેલાં સાંસદોએ મંત્રી તરીકે પોતાનો પદભાર પણ સંભાળી લીધો છે. હવે સરકારે રાબેતા મુજબની સરકારી કામગીરીનો પુરજોરમાં પ્રારંભ કરી દીધો છે.