બ્રિજેશ દોશી/ગાંધીનગર :સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદની હેલી છવાયેલી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો, ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન એક્સપર્ટસ દ્વારા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LG હોસ્પિટલની વધુ એક બેદરકારી, પ્રસૂતિ સમયે નવજાત બાળકે નીચે પડી જતા મોત


હવામાન ખાતાના અપડેટ્સ અનુસાર, આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં વલસાડ, દમણ, દીવ, અમરેલી, ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. મોસમનો સૌથી વધુ વરસાદ અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે. તેમા પણ નવસારી, વલસાડ, વાપી જેવા જિલ્લાઓમાં બે દિવસ પહેલા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થાય તેવી સ્થિતિનુ નિર્માણ થયું હતું. ત્યારે હજી પણ જે આગાહી કરવામાં આવી છે, તેમાં દક્ષિણ ગુજરાત મોખરે છે. ત્યારે આ વિસ્તારોને ફરીથી વરસાદ ધમરોળી શકે છે. 


રથયાત્રા અપડેટ્સ : આંખે પાટા બાંધેલા ભગવાનને સોના વેશ પહેરાવાયો, 16 ગજરાજની પૂજા કરાઈ


આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, ઇન્કમટેક્સ ફ્લાયઓવરનું કરશે લોકાર્પણ


ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23 જિલ્લાના 68 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી મૌસમનો કુલ 15.80% વરસાદ વરસ્યો છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ઊંઝામાં 2.2 ઈંચ નોંધાયો છે. તો 
વલ્લભીપુરમાં 2 ઈંચ, સરસ્વતીમાં 2 ઈંચ, બરવાળામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉંમરગામ, ઉમરાળા, પાટણ, ધંધુકામાં 1.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.