હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત સિટીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નવસારીમા પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાસીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો બોટાદમાં સવા બે ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૧૭ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાતના તાલુકામાં વરસાદનું જોર રહ્યું છે. વલસાડના ઉમરગામ અને સુરતના ચોર્યાસીમાં આજે સવારે 1.5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. 


આંદોલન અધવચ્ચે છોડનાર યુવરાજસિંહ જાડેજાએ સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી બે અઠવાડિયા દરમિયાન રાજ્યનાં વ્યાપક વિસ્તારોમા સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે અઠવાડિયામા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. વેધર વોચ કમિટી બેઠકમાં વરસાદી માહોલની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી છે. 


સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ 


  • ઇડર 15 મીમી

  • વડાલી 25 મીમી

  • ખેડબ્રહ્મા 11 મીમી

  • વિજયનગર 17 મીમી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર