24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, બહુચરાજીના મહાદેવ મંદિર પર મોડી રાત્રે વીજળી પડી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસામાં ચાર ઇંચ પડ્યો છે. તો અરવલ્લીના સાવરકુંડલામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં પોણા ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણાના બહુચરાજી તાલુકાના અજબપુરામાં ગત રાત્રે વીજળી પડી હતી. નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપર વીજળી પડી હતી. વીજળી પડવાથી મંદિરને ભારે નુકસાન થયું હતું. તેમજ ઘુમ્મટના ભાગને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસામાં ચાર ઇંચ પડ્યો છે. તો અરવલ્લીના સાવરકુંડલામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં પોણા ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણાના બહુચરાજી તાલુકાના અજબપુરામાં ગત રાત્રે વીજળી પડી હતી. નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપર વીજળી પડી હતી. વીજળી પડવાથી મંદિરને ભારે નુકસાન થયું હતું. તેમજ ઘુમ્મટના ભાગને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
સોના-ચાંદીના ભાવમાં કેમ ભડકો થાય છે તેનું કારણ આ રહ્યું, દૂર કરો તમારું કન્ફ્યુઝન
સુરેન્દ્રનગરના ચોટીલામાં સવા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
તાપીના વ્યારા અને નિઝરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
ખેડાના કપડવંજ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે
ભાવનગર શહેરમાં સવા 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે
મહેસાણા શહેર અને અરવલ્લીના ધનસુરા, અમરેલીના રાજુલા તેમજ પંચમહાલના ગોધરામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો
સાબરકાંઠાના પોશીના અને સુરતના માંડવીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે
ભરૂચ : 7 માસના માસુમ બાળક પર જેસીબીના પૈડા ફરી વળ્યા, માથાના બે ટુકડા થઈને મોત નિપજ્યું
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના 40 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 7 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પોરબંદરના રાણાવાવ, જૂનાગઢનાં વંથલી અને ગીર સોમનાથના કોડીનારમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાજુલાના હિંડોરણા ગામની ઘાતરવડી નદીમા પાણી આવતા સ્થાનિકો દ્વારા ડ્રાયવર્ઝન તોડાયું હતું. વહેલી સવારે પાણી ગામમા ઘુસે તેવી શક્યતાને લઈને ગામ લોકોએ ડ્રાયવર્ઝન તોડવાની ફરજ પડી હતી. મોડી રાતે ઘાતરવડી ડેમ 2 નો દરવાજો ખોલાતા ઘાતરવડી નદીમાં પૂર આવ્યું છે.
મહેસાણાના કડીમાં મોડી રાત્રે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે થોળ રોડ પર અંડરપાસમા પાણી ભરાયું હતું. પાણી ભરાયેલા અંડરપાસમાં 2 આઇસાર ટ્રક ડૂબી ગઈ હતી. જોકે, ટ્રકમાં સવાર બે ડ્રાઈવરોને બચાવી લેવાયા હતા. બંને ડ્રાઈવરને સમયસર રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લેવાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર