ગાંધીનગરઃ ગુજરાતમાં ભાદરવો મહિનો શરૂ થતા વરસાદની સીઝન જામી છે. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આજે ગુજરાતના 147 તાલુકામાં વરસાદ પડ્યો છે. ફરી વરસાદ પડતા ખેડૂતોના પાકને નવજીવન મળ્યું છે તો અનેક જગ્યાએ ડેમ-નદીઓ ભરાય જતા પાણીની તંગી પણ દૂર થઈ છે. આજના દિવસની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પડ્યો છે. જોડિયામાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રાજ્યના 147 તાલુકામાં વરસાદ
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે રાત્રે 10 કલાક સુધીમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ પડ્યો છે. જોડિયામાં 188 મિમી વરસાદ થયો છે. કચ્છના નખત્રાણામાં પોણા ચાર ઈંચ વરસાદ થયો છે. તો નવસારીના ગણદેવીમાં પણ ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો છે. સુરતના ઉમરપાડામાં પણ ત્રણ ઈંચથી વરસાદ થયો છે. નવસારીના ચિખલીમાં પણ ત્રણ ઈંચ વરસાદ થયો છે. 


આ પણ વાંચોઃ PMJAY-આયુષ્યમાન યોજનાના અમલીકરણમાં અમદાવાદની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દેશમાં દ્વિતીય સ્થાને


આજે રાજ્યના 6 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો છે. તો 99 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ થયો છે. 28 તાલુકા એવા છે જ્યાં 1થી દોઢ ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં ફરી વરસાદ થતાં ખેડૂતેને રાહત મળી છે. તો નદીઓ, ડેમ, તળાવોમાં નવા પાણીની આવક પણ થઈ છે. 


માછીમારોને ચેતવણી
રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ, દીવ, અલંગ, ભરૂચ, દહેજ સહિતના વિસ્તારોમાં દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube