ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાનો માહોલ જામી ગયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી લઈને સાંજે 6 કલાક સુધી રાજ્યના 151 તાલુકામાં વરસાદ થયો છે. અનેક જગ્યાએ ખુબ સારો વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં તો સાંજે છ વાગ્યા સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો ગીર સોમનાથના સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ
રાજ્યભરમાં રવિવારે સારો વરસાદ થયો છે. સવારથી અત્યાર સુધી 151 તાલુકામાં મેઘરાજાનું આગમન થયું છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળ્યો છે. જામ ખંભાળિયામાં સાંજે 4થી 6 વચ્ચે ચાર ઇંચ જેટલો વરસાદ થયો તો દિવસ દરમિયાન છ ઇંચ વરસાદ થયો છે. આ સાથે જામકલ્યાણપુર તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં પણ ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. લોકોએ વરસાદનો આનંદ માણ્યો હતો. તો ખેડૂતોમાં પણ સારા વરસાદને કારણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 


રાજ્યમાં ભારે વરસાદની આગાહી, NDRFની ચાર ટીમ સૌરાષ્ટ્રમાં રવાના, તંત્ર એલર્ટ  


નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં તમામ તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સવારથી લઈને સાંજે 6 કલાક સુધી નવસારીમાં 2.36 ઇંચ, જલાલપોરમાં 2.48 ઇંચ, ગણદેવીમાં 2.76 ઇંચ, ચીખલીમાં 2.92 ઇંચ વરસાદ થયો છે. 


રાજ્યમાં અન્ય જગ્યાએ વરસાદની વાત કરવામાં આવે તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં સાંજે છ કલાક સુધી 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. જૂનાગઢના વિસાવદરમાં 3 ઇંચથી વધુ, અમરેલીના ખાંભામાં 3 ઇંચથી વધુ, ગીર ગઢડામાં 3 ઇંચ, મોરબીના ટંકારામાં અઢી ઇંચ, પોરબંદરમાં પણ અઢી ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યના 55 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. 


વરસાદી માહોલને લઈ રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે  સ્થાનિક વહીવટીતંત્રને સતર્ક રહેવા આપી સૂચના  


રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાહ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે કિમીની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે.  કચ્છ, દેવભૂમિ દ્વારકા, વલસાડ, દમણ સુરત, દાદરા નગર હવેલી, જૂનાગઢ પોરબંદર સહિત અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે.  આ સિવાય રાજ્યમાં અન્ય જગ્યાએ પણ વરસાદની શક્યતા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube