ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળીયા, બોટાદના ગઢડા, પોરબંદરના કુતિયાણામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગીર સોમનાથના તાલાલામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો રાજ્યના 11 તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 19 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 


ગુજરાતની સંસ્કૃતિ પર આંગળી ચીંધવા તમારો પનો ટૂંકો પડે છે ગુહા....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાહોદમાં વૃક્ષો ધરાશાહી
દાહોદ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણા ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે પવન સાથે એક કલાકમાં ધોધમાર વરસાદ વરસતા પરેલ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાહી થયા હતા. તો વૃક્ષો પડતા પાર્કિંગ કરેલ અનેક ગાડીઓને નુકશાન પણ થયું હતું.


વડોદરામાં આજથી 32 શાક માર્કેટ ખૂલશે, પહેલા દિવસે જ ખંડેરાવ માર્કેટના 13 વેપારી દંડાયા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર