હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં ચાર દિવસના ધોધમાર વરસાદ બાદ હવે વરસાદનું જોર ધીમું પડ્યું છે. છેલ્લા 24 કલાકમાં 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જો કે સૌથી વધુ વરસાદ સવા એક ઈંચ જ સુરતના ઉમરપાડામાં નોંધાયો છે. જુનાગઢના માળીયા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, કચ્છના લખપત, વલસાડના ધરમપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક ઇંચની આસપાસ વરસાદ થયો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તમામ ૧૪ તાલુકામાં અડધા ઇંચથી પણ ઓછો એટલે કે સામાન્ય વરસાદ જોવા મળ્યો છે.


કચ્છ : અનેક ગર્ભવતી મહિલાઓને રસી આપનાર નર્સને કોરોના નીકળતા ખળભળાટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કતારગામ, લાલદરવાજા, ચોક બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે બફારા બાદ ઠડક જોવા મળતા શહેરીજનો ખુશ થયા છે, તો ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે. 


સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ


  • ઇડર 05 મીમી

  • ખેડબ્રહ્મા 24 મીમી

  • તલોદ 02 મીમી

  • પ્રાંતિજ 04 મીમી

  • વડાલી 03 મીમી

  • વિજયનગર 08 મીમી

  • હિંમતનગર 02 મીમી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર