ઝી મીડિયા/બ્યૂરો :ચોમાસાનું ગુજરાતમાં વિધિવત આગમન થઈ ગયું છે. જોકે, સૌરાષ્ટ્રના અનેક પ્રાંતોમાં મેઘ મહેરબાન છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 37 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં દોઢ ઇંચ અને અમરેલીના ધારી અને ખાંભામાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ 11 તાલુકામાં મેઘો મન મુકીને વરસ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 16 જિલ્લામાં 1થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં 5 ઇંચ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરમ કરો ગુજરાતીઓ, તમે કોરોનાના દર્દીને અંતિમ સંસ્કાર માટે 8 ફૂટ જમીન પણ ન આપી શક્યા


ગીર સોમનાથમાં ઉના, કોડીનાર, તાલાલા સહિત ગીરગઢડામાં ભારે વરસાદ જોવા મળ્યો. મેઘાવી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. સતત 2 દિવસથી કોડીનાર અને તાલાલા પર અવિરત મેઘમહેર થઈ રહ્યો છે. હાલ પણ જિલ્લામાં વરસાદ છે. જોકે જિલ્લામાં ઉના ગીરગઢડામાં વરસાદનું પ્રમાણ ઓછું છે. 


અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. બગસરા કુંકાવાવ પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદ છે. બગસરાના સુડાવડ, લૂંઘીયા સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. કુંકાવાવ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ છે.


અમદાવાદ : કેનેડાના વિઝાની લાલચે ઠગાઈ કરતા શખ્સને પોલીસે ઝડપ્યો, ટુકડે-ટુકડે ખંખેરી લીધા 40 લાખ 


જેતપુરમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે. જેતપુર તેમજ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીરપુર, પીઠડીયા, કાગવડ, ગુંદાળા, મંડલિકપુર સહિતના ગામોમાં વરસાદ વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક છે. વરસાદથી ધરતી પુત્રો ખુશ ખુશાલ જોવા મળ્યો છે. 


ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. જિલ્લાના સાત તાલુકામાં ઝરમરીયો વરસાદ વરસી રહ્યો છે. તળાજા, મહુવા, અને ગારિયાધાર, જેસર, પાલીતાણા ઉમરાળા અને સિહોરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં અસહ્ય ઉકળાટ સાથે વાદળ છાયું વાતાવરણ છવાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર