અમદાવાદ :વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ધારણા કરતા વહેલા વરસાદનું આગમન થયું છે. પણ હાલ રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાએ ભલે વિધીવત આગમન કરી લીધું છે, ત્યારે વાતાવારણમાંથી ગરમી દૂર થતા લોકોના ચહેરા પર આનંદ જોવા મળી રહ્યો છે, તો સાથે જ ખેડૂતો પણ વાવણી યોગ્ય સમયે થઈ રહી હોવાને કારણે ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 3 દિવસમાં રહેશે વરસાદ
હવામાન સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ગુજરાતનુ વાતાવરણ આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયુ બની રહેશે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં લોકો સાવચેતી રાખી શકે છે. 


સૌરાષ્ટ્રમાં મેઘ મહેર : ગીરની શાંગાવાડી નદીમાં પૂર, કોડીનારમાં મકાન પર વીજળી ત્રાટકી


સ્કૂલ વાનમાંથી બાળક પડી જવાની ઘટના બાદ RTO મોડે મોડે જાગ્યું, ઠેરઠેર ચેકિંગ કર્યું


ગીર-સોમનાથમાં સૌથી વધુ વરસાદ
રાજ્યમાં સવારે આઠ વાગ્યા સુધીમાં ગિરસોમનાથ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના ઉના અને સુત્રાપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કોડીનારમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી પડ્યો છે. અમરેલીના ગીર પંથકમા વરસી રહેલા વરસાદને કારણે લોર અને લિંગાળા તેમજ ફાચરિયા ગામની સ્થાનિક નદી અને નાળાઓમાં નવુ પાણી આવ્યું છે. વહેલી સવારથી જ અીં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઉપર વાસના વરસાદને કારણે સ્થાનિક નદી, નાળામાં નવા નીર આવતા લોકોમાં ખુશી છવાઈ છે. 


હવામાન વિભાગે વાયુ વાવાઝોડાનું લેટેસ્ટ બુલેટિન જાહેર કર્યું, જાણો શું માહિતી આપી


  • ઉનામાં રાતથી અત્યાર સુધી કુલ 4 ઇંચ વરસાદ 

  • ગીર ગઢડામાં 2 ઇંચ 

  • દીવમાં 2.5 ઇંચ 

  • ગીર સોમનાથમાં 4 ઇંચ વરસાદ


ઊત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ તરફ આવી રહેલું વાવાઝોડું નબળુ પડ્યું છે. પરંતુ હવાના ઊંડા દબાણની સિસ્ટમ જોતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. ત્યારે પાટણ જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાની ભીતિને પગલે ndrfની ટીમ પાટણ પહોંચી છે. 27 સભ્યોની ndrf ની ટીમ બચાવ સાધન સામગ્રી સાથે સજ્જ બની છે. ભારે વરસાદની આગાહી ને પગલે બચાવ કામગીરી ઝડપી થઈ શકે તેમાટે ndrfની ટીમ પાટણ સ્ટેન્ડ બાય રખાઈ છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :