અમદાવાદ :ગુજરાતમાં આખરે વરસાદે ભીની દસ્તક આપી છે. 15 દિવસના વિરામ બાદ શનિવારે રાજ્યના 20 જિલ્લાના 43 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જેમાં મેઘરાજાની પધરામણીથી લોકોને તો હાશકારો થયો જ છે, પણ સૌથી મોટી રાહત ખેડૂતોને થઈ છે. કારણ કે, વિરામ બાદ વરસાદ આવતા વાવેતરને જીવનદાન મળ્યું છે. તો હવે રાજ્યમાં વિધીવત વરસાદની શરૂઆત થઈ ગઈ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. આજથી બે દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આવનારા બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આક્રમક થઈને બોલ્યા રૂપાણી, ‘MPના CM-મંત્રીને ચેતવણી આપું છું, નર્મદા પાણી પ્રશ્ને રાજકારણ ન કરે’


શનિવારે ક્યાં ક્યાં વરસાદ નોંધાયો


  • વડોદરામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. અલકાપુરી, સયાજીગંજ, રાવપુરા, ગોત્રી, હરિનગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.

  • અમરેલી જિલ્લામાં મેઘરાજાનું મોડી રાત્રે આગમન થયું છે. લાઠી, સાવરકુંડલા, લીલીયા, દામનગરમાં મોડી રાત્રેથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. 

  • મોડી રાતથી રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં પણ તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ, અનેક વિસ્તારોમાં વરસાદથી વિજળી ડુલ થતાં લોકો પરેશાન થયા છે. 

  • લાબા સમયના વીરામ બાદ વહેલી સવારથી ભાવનગરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. 

  • સુરતમાં મોડી રાતથી તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક રહીશો અનેક વિસ્તારોમાં વરસાદથી વિજળી ડુલ થવાની સમસ્યા ભોગવી રહ્યા છે. પાવર સપ્લાય બંધ થતાં લોકો પરેશાન થયા છે. 

  • દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં વરસાદ પડ્યો છે. 


તને બોયફ્રેન્ડ મારા જેવો ચાલશે? મારા જેવાને બિપાશા બાસુ જોઈતી હોય તો ક્યાં જાય? પ્રોફેસરે વિદ્યાર્થીનીને પૂછી નાંખ્યા આવા સવાલ


ગુજરાતના વિવિધ પંથકમાં લાંબા સમય બાદ ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં હર્ષની હેલી છવાઈ ગઈ છે. અનેક લોકોને ગરમીના ઉકળાટથી રાહત મળી છે. તો બીજી તરફ, કેટલાક પંથક હજી પણ વરસાદની રાહમાં બેસ્યા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :