અમરેલીમાં સતત પાંચમા દિવસે વરસાદ, 1 કલાકમાં 2 ઇંચ ખાબકતા જળબંબાકાર
સૌરાષ્ટ્રમાં છેલ્લા અઠવાડીયાથી અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોની સ્થિતી ખુબ જ કફોડી થઇ છે. રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ સહિતનાં સૌરાષ્ટ્રના મોટા ભાગનાં જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ નોંધાઇ રહ્યો છે.
રાજકોટ: સૌરાષ્ટ્રમાં છેલ્લા અઠવાડીયાથી અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોની સ્થિતી ખુબ જ કફોડી થઇ છે. રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ સહિતનાં સૌરાષ્ટ્રના મોટા ભાગનાં જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ નોંધાઇ રહ્યો છે.
TikTok એપમાંથી હટાવાયા 104 મિલિયન વીડિયો
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આજ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સતત બીજા દિવસે પણ 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. બીજી તરફ તોફાની વરસાદ પડવાના કારણે પાક ઉથલી ગયો છે. કપાસ, મગફળી અને તલ સહિતના પાક નિષ્ફળ ગયા છે. તમામ ઉભો પાક પવનના કારણે જમીનમાંથી લળી ગયો છે.
ત્રીજુ ખેડૂત બિલ પણ પાસ, જાણો આ બિલથી તમારા જીવન પર શું પડશે અસર?
રાજુલાના ચરોડ્યા, વડલી, માંડરડી, ધારેશ્વર, રીંગણીયાળા, આગરીયા, જાપોદર સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે ખેતરમાં પાકને ખુબજ નુકસાન થયું છે. આ ઉપરાંત સતત ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ ખુબ જ પાણી ભરાયા છે. જેના કારણે જમીનનું પણ ખુબ જ ધોવાઇ થઇ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
ડ્રગ્સ કેસ: હવે NCBના રડાર પર આવશે આ એક્ટર્સ, જુઓ તેમના નામની યાદી
બીજી તરફ બરવાળા તાલુકાના ટીંબલા ગામે નદી પર બનાવાયેલો કોઝ વે તુટી જતા ગામ લોકો સંપર્ક વિહોણા થયા હતા. અહી આવવા જવા માટે જીવના જોખમે લોકો કોઝ વેની કિનારીએ કિનારીએ ચાલતા પસાર થતા જોવા મળ્યા હતા. અત્રે ઉળ્લેખનીય છે કે, કોઝવે છેલ્લા 2 વર્ષથી તબક્કાવાર તુટી રહ્યો છે. આ વર્ષે સદંતર તુટી ગયો હતો. હાલ કોઝ વે બને તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube