ઝી મીડિયા/બ્યૂરો :સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં આજે લાંબા વિરામ બાદ આજે વરસાદે એન્ટ્રી કરી છે. મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેથી લોકોમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. તો બીજી તરફ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઉકળાટનો અંત આવ્યો છે. જોકે, ગુજરાતમાં હવે વિધીવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જેથી આ ચોમાસાનો વરસાદ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 8 કલાકમા સરેરાશ 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. પોરબંદર તાલુકામા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો રાણાવાવ તાલુકામા પણ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કે, કુતિયાણા તાલુકામા 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેનમાં કોઈ છોડીને જતુ રહ્યું સોનાના ઢગલાબંધ બિસ્કીટ, જેના હોય તે લઈ જાય...


કચ્છના માંડવીમાં 5 ઇંચ વરસાદ
કચ્છના માંડવીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. માંડવી તાલુકામાં સર્વત્ર પણ મેઘ મહેર વરસી પડી છે. વહેલી પરોઢથી જ વરસાદનો પ્રારંભ થયો હતો. સવારના 8 વાગ્યા સુધી માંડવીમાં સતાવાર 135 MM વરસાદ નોંધાયો છે. મુન્દ્રા તાલુકાના અનેક વિસ્તારો વરસાદ નોંધાયો છે. અબડાસા તાલુકાના ગામડામાં પણ વરસાદ છે. તો ભૂજ તાલુકાના કેરા વિસ્તારમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં વરસાદ છે. રામાણિયા, બેરાજા વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. 


શરૂ થઈ ગયો છે ગ્રહણનો સૂતક કાળ, બસ થોડા જ કલાકમાં દેખાશે અંગુઠી જેવું સૂર્યગ્રહણ


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ મહેર વરસી 
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ મહેર વરસી છે. ખંભાળિયા તાલુકામાં શનિવારે મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ હળવા તથા ભારે ઝાપટા સાથે રવિવારે સવાર સુધી વરસ્યો. ખંભાળિયા તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ભાણવડ પંથકમાં પણ ગત રાત્રિથી 2 ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી જોવા મળ્યાં છે. કલ્યાણપુર તાલુકામાં 2.5 ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકા તાલુકામાં હળવા છાંટા સાથે જ માત્ર 6 મી. મી. વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહદ્અંશે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થતા લોકોમાં ખુશી જોવા મળી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર