અમદાવાદ/સુરતઃ ભાદરવાના આકરા તડકામાં ગુજરાતભરના લોકો ગમરીમાં શેકાઇ રહ્યાં છે. ત્યારે આજે સુરત અને અમદાવાદના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ અને સુરતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ શહેરના પ્રેમ દરવાજા, દરિયાપુર સહિત કોટ વિસ્તારોમાં વરસાદની મહેર થઇ હતી. ત્યારે દિવસભરના બફારા બાદ વરસાદ પડતા સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે.તો સુરતમાં પણ વરસાદની એન્ટ્રી થઈ હતી. વરાછા, કતારગામ, અમરોલી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તો શહેરના અન્ય વિસ્તારમાં પણ હળવો વરસાદ પડ્યો હતો. ભારે બફારા બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ હતી. 


નવરાત્રિમાં પણ પડી શકે છે વરસાદ
નવલી નવરાત્રિમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. જે અંતર્ગત આગામી નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની શકયતા વ્યકત કરાઇ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ ડિપ્રેશન સર્કલને કારણે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થઇ છે. જેને લઇને સિસ્ટમ જો આગળ વધશે તો વરસાદ પડી શકે છે. જેને લઇને નવરાત્રિમાં જો વરસાદ પડે તો ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડી શકે છે. જો કે હજી સુધી આ મામલે હવામાન ખાતા તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરાઇ નથી.