અમદાવાદ : અમદાવાદ અને મોટાભાગના ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જોકે હવે ફરી એક વાર ચોમાસું સક્રિય થશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. છઠ્ઠી ઓગસ્ટથી ખાસ કરીને ઉત્તર, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ વખતે ચોમાસમાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાંને બાદ કરતા છેલ્લા વીસેક દિવસથી ગુજરાતમાં ક્યાંય સારો કહી શકાય તેવો વરસાદ નથી પડ્યો, જેના કારણે ન માત્ર ગરમી વધી છે પરંતુ ખેડૂતો પણ ચિંતામાં મૂકાઈ ગયા છે. ગુજરાતમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની છે. ગુજરાતમાં દર ત્રણ વર્ષે અર્ધ અછતની સ્થિતિ આવે છે. આ વર્ષે આ સ્થિતિ રિપિટ થાય તેવી સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના કેટલાક વિસ્તારમાં શુક્રવારે સાંજે થોડો વરસાદ થયો હતો. અમદાવાદમાં તો થોડા દિવસ પહેલા થયેલા એક સામટા પાંચેક ઈંચ વરસાદ પછી વરસાદ પડ્યો જ નથી. જોકે, આગામી પાંચ દિવસમાં અત્યાર સુધી મોટાભાગે કોરા જ રહેલા કચ્છ જિલ્લામાં વરસાદની ખાસ શક્યતા નથી. વળી, છઠ્ઠી ઓગસ્ટથી પણ છૂટોછવાયો વરસાદ જ પડવાની શક્યતા છે. 


રાજ્યમાં વરસાદ ખેંચાયો છે ત્યારે અછતની આ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે તૈયારી કરી છે. સીએમ વિજય રૂપાણીએ કહ્યુ  હતુ કે, અછત કમિટીની રચના કરવામાં આવી છે. પાણીની સુવિધાઓ મળે, ઘાસચારો મળી રહે તેવી કામગીરી શરૂ  થઇ છે. નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં 54 ટકા આસપાસ જ વરસાદ થયો છે. 


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...