રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. તો ડેમ પણ ઓવરફ્લો થયા છે. ત્યારે પડધરી પાસે આવેલ ડોંડી નદીમાં ચાર મિત્રો ન્હાવા પડ્યા હતા. જે પૈકી સરપદળનો રાજુ મકવાણા નામનો વ્યક્તિ ડૂબ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવાન ડૂબવાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હજુ પણ રાજુ નામના વ્યક્તિની શોધખોળ શરૂ છે. હાલ નદીમાં ઉપરવાસમાંથી પાણી આવતું હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને રાજુ નામના વ્યક્તિની શોધખોળમાં પણ તકલીફ આવી રહી હોવાનું સામે આવ્યું છે. સાથે જ જે જગ્યાએ આ બનાવ બન્યો છે તે જગ્યાએ આસપાસના લોકો પણ એકઠા થયા છે.


ગીર-ગઢડા : દ્વોણેશ્વર અને મછુન્દ્રી ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા


જે ભીડ ને પાણીથી દૂર રાખવા પડધરી પોલીસ પણ પહોચી છે. ઉલ્લેખનીય છે કે વરસાદી પાણીની આવક થતા રાજકોટનો આજી 1, આજી 2, ન્યારી 1, ન્યારી 2, ડોંડી, કરમાળ ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે.


જુઓ LIVE TV :