અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર થતાં ગુજરાતના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પ્રથમ બે દિવસમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ત્રીજા દિવસથી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, ભાવનગર, અરવલ્લી તેમજ ગીર સોમનાથના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પાણીની ટાંકી બની ગઈ છે ગમે ત્યારે ફાટી શકે એવો 'બોંબ' કારણ કે...


અમદાવાદ શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજના પ્રમાણમાં વધારો થયો છે અને તેના કારણે અસહ્ય ઉકળાટથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વર્ષે રાજ્યમાં હજુ 46 ટકા વરસાદની ખોટ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત દેશમાં બીજું રાજ્ય છે જ્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. પ્રથમ ક્રમે મણિપુર છે જ્યાં હજુ 68 ટકા વરસાદની જરૂર છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં અત્યાર સુધીમાં 152 મીમી જેટલો વરસાદ પડવો જોઈતો હતો પરંતુ હજુ સુધી ગુજરાતમાં માત્ર 82 મીમી વરસાદ પડ્યો છે.


આંકડાઓ પર નજર ફેરવીએ તો ગુજરાત રાજ્યમાં દેવભૂમિ દ્વારકામાં વરસાદની સૌથી વધારે ખોટ છે. અહીં 94 ટકા વરસાદની કમી છે. કચ્છમાં 93 ટકા, સુરેંદ્રનગરમાં 86 ટકા અને અમદાવાદ જિલ્લામાં 74 ટકા વરસાદની ખોટ છે.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...