જયેશ દોશી/નર્મદા :વિશ્વના સૌથી ઊંચા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું હજી દિવાળી ટાંણે જ રંગેચંગે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે પહેલા જ ચોમાસામાં તેના ભૂંડા હાલ થયા છે. ગત રાત્રિથી નર્મદા જિલ્લામાં ચોમાસું સક્રિય થયું હતું, અને પહેલા જ ચોમાસામાં સ્ટેચ્યુમાં પાણી ભરાયા હતા. ચોમાસાની શરૂઆતમાં જ સ્ટેટયુ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીમાં પાણી ભરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વ્યૂઈંગ ગેલેરીમાં જોરદાર પાણી પડી રહ્યું છે. ત્યારે સ્ટેચ્યુ નિહાળવા આવતા લોકોને વ્યૂઈંગ ગેલેરીમાં પણ વરસાદનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે પહેલા ચોમાસામાં જ પાણી ભરાતા તંત્રની લોકાર્પણની ઉતાવળ સામે આવી છે. વરસાદી પાણી કેવી રીતે અને ક્યાંથી આવે તે વિચારવાનું તંત્ર ભૂલી ગયું છે. જોકે આજે સ્ટેટયુની મુલાકાતે જતા પ્રવાસીઓને મુશ્કેલી પડી શકે છે. ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો નથી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :