અમદાવાદઃ ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી બે દિવસમાં માવઠું થશે. ખેડૂતોએ વાવેલા રવિ પાકમાં નુકસાન પણ થઈ શકે છે. જાણીતા હવામાન જ્યોતિષ અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે ગઈકાલે હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં 10 અને 11 ડિસેમ્બરે વરસાદની આગાહી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આગાહી
જાણીતા હવામાન જ્યોતિષ અંબાલાલ પટેલે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી બે દિવસમાં રાજ્યમાં માવઠું થશે. આ કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેલ રવિ પાકને નુકસાન પણ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 અને 11 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વાતાવરણ પલટાની શક્યતા છે. 


આ પણ વાંચોઃ 4200 ગ્રેડ પે મુદ્દે સરકારનો મોટો નિર્ણય, 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને મળશે લાભ


હવામાન વિભાગે પણ કરી છે આગાહી
હવામાન ખાતાની માહિતી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 અને 11 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વાતાવરણ પલટાની શક્યતા છે. સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, તારીથ 10 અને 11 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના આઈસોલેટેડ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. પરંતુ હળવો વરસાદ પડશે. સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube