હિતલ પારેખ, ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને લઇને વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે શુક્રવાર સવારથી જ અમદાવાદ સહિત અનેક શહેરના વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. આ સાથે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 151 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં પોણા 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના લખપત અને મહેસાણામાં માં પોણા 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 


ઉલ્લેખનીય છે કે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ સવારથી ધમાકેદાર વરસાદનો પ્રારંભ થયો છે. ભાદરવો મહિનો શરૂ થતાં જ ભારે વરસાદ પડતાં પાટનગર ગામના માર્ગો પર પાણી ભરાયા છે. સરકારી કચેરીઓ તરફ જતા કર્મચારીઓને વરસાદને કારણે હેરાનગતિ થઈ હતી. રાજ્યના પાટનગરમાં લાંબા સમય પછી સારો કહી શકાય તેવો વરસાદ વરસ્યો છે, તેથી લોકો પણ ખુશખુશાલ છે. ગાંધીનગરમાં અડાલજ કોબા સર્કલ પાસે વીજળીના કડાકા ધડાકા સાથે જોરદાર વરસાદ ખાબક્યો છે.


આ પણ વાંચો:- દ. ગુજરાતમાં ભારે વરસાદથી ડાંગરના પાકને મોટા પાયે નુકસાન, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ચોર્યાસી વિસ્તારમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો નવસારીના ચીખલી અને ગણદેવીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. નવસારી જિલ્લાના નવસારી શહેર, ખેરગામ અને જલાલપુરમાં 4.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પાટણના પાટણ શહેર અને વાપીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.  


આ પણ વાંચો:- Breaking : વાહનોના PUC  રેટમાં ગુજરાત સરકારે વધારો કર્યો, જાણો શું છે નવા ભાવ


રાજ્યના 8 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
રાજ્યના 17 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો
રાજ્યના 22 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ 
રાજ્યના 49 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો


આ પણ વાંચો:- આગામી એક કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં છે અતિ ભારે વરસાદની ચેતવણી


તો રાજ્યમાં સવારે 8 વાગ્યા સુધીમાં આજે 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના પલસાણામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો કચ્છ જિલ્લાના અંજારમાં સવારથી આઠ વાગ્યા સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારીના જલાલપુર કચ્છના ગાંધીધામ અને નવસારી શહેરમાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર