રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 179 તાલુકામાં વરસાદ, દ.ગુજરાતમાં વરસાદનું જોર રહ્યું
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ (Rainfall) નું જોર જોવા મળ્યું. છેલ્લા 24 કલાકમાં 179 તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડના ઉમરગામ 5 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે સુરતના કામરેજમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ (Rainfall) નું જોર જોવા મળ્યું. છેલ્લા 24 કલાકમાં 179 તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડના ઉમરગામ 5 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે સુરતના કામરેજમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.
સુરતના ઉમરપાડામાં અને નવસારીમાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના કપરાડા અને વડોદરાના પાદરામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના છ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચ કરતાં વધુ વરસાદ પડયો.
32 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો. આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન રાજ્યમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં અડધો ઇંચ કરતા વધારે વરસાદ થયો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube