અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 216 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મોસમનો કુલ વરસાદ 113 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે, સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 16 ઈંચ પડ્યો છે. તો બીજી તરફ ડેડીયાપાડા અને સાગબારામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે બારડોલીમાં 5.5, માંડવીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગ, ધરમપુર, ગઢડા, સોમનાથ, ખેરગામ અને વઘઇમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કીમ-માંડવી સ્ટેટ હાઇવે બંધ કરાયો
સોમવારે રાત્રે પડેલા ભારે વરસાદને પગલે કીમ-માંડવી સ્ટેટ હાઇવેને બંધ કરી દેવાયો છે. માંડવી અને કિમ સ્ટેટ હાઇવે પર ઉમરપાડામાં રાત્રિ દરમિયાન 16 ઈંચ વરસાદ વરસતા આમલી ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ગોડસબા અને આંબાપારડી ગામમાં પાણી ફરી વળ્યું હતું. જેના પગલે ગામના 100થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે માંડવી અને કિમ સ્ટેટ હાઇવે પર ઉમરપાડામાં રાત્રિ દરમિયાન 13 ઈંચ વરસાદ વરસતા આમલી ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ગોડસબા અને આંબાપારડી ગામમાં પાણી ફરી વળ્યું હતું. જેના પગલે ગામના 100થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.


અમદાવાદમાં પણ મેધો ધોધમાર
અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને લઈને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેમાં હાટકેશ્વર સર્કલ, સી.ટી.એમ ઓવરબિજ, ઘોડાસર, ઈશનપુર, મણિનગર, જવાહર ચોક, વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાતા વરસાદી પાણી આઈ શ્રી ખોડિયાર મંદિરની અંદર ફરી વળ્યા છે. જેને લઇને મંદિરની અંદર દર્શન માટે આડશો મુકીને શ્રધ્ધાળુઓને રોકવામા આવ્યા છે. મણિનગરમાં શારદાબેનની વાડીથી કેનાલ સુધી નાખવામા આવેલી વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન લાખોના ખર્ચ બાદ પણ ખરા સમયે ચાલુના કરાતા વરસાદી પાણીનો ભરાવો થયો છે.


આગાહી વચ્ચે અમદાવાદમાં ભારે વરસાદનો માહોલ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા


અમદાવાદમાં વરસાદ સીઝનનો 25.46 ઈંચ વરસાદ
અમદાવાદમાં વરસાદ સીઝનનો 25.46 ઈંચ વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી 11 વાગ્યા સુધીમાં અમદાવાદમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વટવામાં 3.5 ઈંચ, મણીનગરમાં 2.75 ઈંચ, ચકુડીયામાં 3 ઈંચ, ઓઢવ અને વિરાટનગર 2 ઈંચ, ટાગોર હોલ, ઉસ્માનપુરા, રાણીપ, ચાંદખેડા 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બોડકદેવમાં 2 ઈંચ, ગોતામાં 1.5 ઈંચ, સરખેજમાં 1.75 ઈંચ, દુધેશ્વર અને દાણાપીઠમાં 2 ઈંચ, મેમ્કોમાં 1.75 ઈંચ, નરોડા અને કોતરપુરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાય છે. તો બીજી તરફ ગીર સોમના જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેતા સુત્રાપાડામાં સવારના 6 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે કુલ 4 ઈંચ જેટલો પસાદન નોંધાયો છે.


અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય
અમદાવાદમાં ઝોન પ્રમાણે જો વરસાદ જોઇએ તો સૌથી વધુ વરસાદ ઉત્તર ઝોનમાં 3.5 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય ઝોન પૂર્વમાં 2.5 મિમી, પશ્ચિમ ઝોનમાં 2.26 મિમી, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 0.75 મિમી, દક્ષિણ-પશ્ચિમ ઝનમાં 1.50 મિમી, મધ્ય ઝોનમાં 2.00 મિમી અને દક્ષિણ ઝોનમાં 3 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છોટાઉદેપુરમાં ભારે વરસાદને લઈ સંખેડાનું કન્ટેશ્વર બેટમાં ફેરવાયું છે. ઢાઢર નદીના પાણી કોઝવે ઉપર 12 ફુટ સુધી પહોંચ્યાં છે. કન્ટેશ્વર જવાના બંને માર્ગ બંધ થઈ જતાં સંપર્ક વિહોણાની સ્થિતિ સર્જાઇ છે.


અનોખી સેવા: અંબાજી જતા ભક્તો માટે આ કાકાએ ‘રીક્ષાને બનાવી પાણીની પરબ’


વડોદરામાં 24 કલાકમાં 2ઇંચ વરસાદ, અનેક સ્થળો પાણીમાં
વડોદરામાં મોડી રાત્રે વરસેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વડોદરામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. શહેરના લાલબાગ પાસે આવેલ પ્રસિદ્ધ મંદિર તેમજ વિસ્તારમાં આવેલ બ્રિજ નીચે પણ પાણી ભરાયા છે. કાશી વિશ્વનાથ મંદિરમાં પાણી ભરાતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


જુઓ LIVE TV :