આગાહી વચ્ચે અમદાવાદમાં ભારે વરસાદનો માહોલ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌથી વધુ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. ત્યારે ગુજરાતના મોટાભાગના તાલુકા ભારે વરસાદનો સામનો કરી રહ્યાં છે. જેને કારણે ગુજરાતના મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.અમદાવાદમાં વરસી રહેલા વરસાદને કારણે વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન ખાતા પાસેથી મળેલી માહિતી અનુસાર, અત્યાર સુધી સીઝનનો 110 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સોમવારે 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 
આગાહી વચ્ચે અમદાવાદમાં ભારે વરસાદનો માહોલ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

અમદાવાદ :રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌથી વધુ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. ત્યારે ગુજરાતના મોટાભાગના તાલુકા ભારે વરસાદનો સામનો કરી રહ્યાં છે. જેને કારણે ગુજરાતના મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.અમદાવાદમાં વરસી રહેલા વરસાદને કારણે વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન ખાતા પાસેથી મળેલી માહિતી અનુસાર, અત્યાર સુધી સીઝનનો 110 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સોમવારે 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 

અમદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોનું વાતાવરણ છવાયેલું છે. નવ વાગ્યા સુધીમાં અમદાવાદમા ૧૦ મીમી વરસાદ ખાબક્યો છે. તો સૌથી વધારે વટવામાં 1.5 ઇંચ, મણીનગરમાં એક ઇંચ, ઓઢવમાં અને વિરાટનગરમાં અડધો ઇંચ તથા ચાંદખેડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે.

સવારે 6 થી 9 વાગ્યા સુધી અમદાવાદમાં નોંધાયેલો વરસાદ

  • પૂર્વમાં 2.50 mm
  • પશ્ચિમ 2.26 mm
  • ઉત્તર પશ્ચિમ 0.75mm
  • દક્ષિણ પશ્ચિમ 1.50mm
  • મધ્ય 2.00mm
  • ઉત્તર 3.50mm
  • સાઉથ 3.00mm
  • શહેરમાં 2.21 MM એવરેજ પ્રમાણે ગણી શકાય
  • સીઝન નો 25.46 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાયો

વાસણા બેરેજના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા
અમદાવાદમાં ભારે વરસાદને પગલે વાસણા બેરેજના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે. ૨૬, ૨૭ અને ૨૮ નંબરના ગેટ અઢી ફુટ જેટલા ખોલાયા છે. ૬૨૨૮ ક્સુસેક નદીમાં અને ૨૨૦ ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું છે. હાલ નદીનું લેવલ ૧૩૦ ફુટ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

અમદાવાદમાં ક્યાં ક્યાં પાણી ભરાયા 
અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને લઈને પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્લક બેટમાં ફેરવાયું છે. તો ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં લોકોના ઘરોના ઓટલા સુધી પાણી ભરાયા છે. સીટીએમ ઓવરબિજના છેડે કુશાભાઉ ઠાકરે હોલની સામે વરસાદી પાણી ભરાયા છે. ઘોડાસર પુનિત રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયા છે. તો ઈશનપુરની અનેક સોસાયટીઓ પાસે વરસાદી પાણી ભરાયા છે. મણિનગર જવાહર ચોક પાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સીટીએમ જામફળવાડી વિસ્તારની નીચાણવાળી કેનાલ નજીકની સોસાયટીઓમાં પણ વરસાદના પાણી ભરાયા છે. ઈશનપુર વિસ્તારમાં મિલ્લતનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. તો વસ્ત્રાલ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે. 

મણિનગર ગોરના કુવા વિસ્તારમાં અનેક જગ્યાઓ ભારે વરસાદથી પાણીપાણી થઈ ગયા છે. જોકે આ માર્ગ પર શ્રી શારદાબેનની વાડીથી કેનાલ સુધી નાંખવામા આવેલી વરસાદી પાણીના નિકાલની લાઈન લાખોના ખર્ચ બાદ પણ ખરા સમયે ચાલુ ના કરાતા વરસાદી પાણીનો ભરાવો થયો છે. 

ભારે વરસાદને કારણે હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાતા વરસાદી પાણી આઈ શ્રી ખોડિયાર મંદિર(વાવ)મા સકુંલની અંદર ફરી વળ્યા છે. મંદિરની અંદર દર્શન માટે આડશો મૂકીને શ્રદ્ધાળુઓને રોકવામાં આવી રહ્યાં છે. બહારથી જ દર્શન કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. મંદિર સત્તાવાળાઓ દ્વારા મંદિર સકુંલમાં ભરાયેલ વરસાદી પાણી ઉલેચવા પોતાની જાતે જ હેવી પમ્પ લગાવી નિકાલ ચાલુ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news