રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના જલાલપોરમાં નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો. નવસારી શહેરમાં સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ થયો.
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો. નવસારી શહેરમાં સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ થયો.
CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે Unlock-3ની જાહેર થયેલી ગાઈડલાઈન સંદર્ભે મહત્વની બેઠક
જ્યારે વલસાડના વાપીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજકોટના લોધીકા, ગોંડલ અને ભાવનગર સીટીમાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો. રાજ્યના આઠ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
જો કે આજે સવારથી રાજ્યમાં નહિવત વરસાદ જોવા મળી રહ્યો છે. સવારે ૮ વાગ્યા સુધીમાં નવ તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube