ભાવનગરમાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખૂશીનો માહોલ
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહત અનુભવી હતી
નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહત અનુભવી હતી.
ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ધીમીધારે વરસાર પડ્યો હતો. જેસર તાલુકાના શાંતિનગર, કોટામુઈ, તાતણીયા, ખુંટવડા, બિલા, ઉગળવાણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો હતો. વાવણી બાદ લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube