જામનગરમાં ચાર દિવસથી અવિરત વરસાદ, નદી નાળા જળાશયો છલકાયા
જામનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાની સવારી અવિરત જોવા મળી રહી છે, અને હજુ પણ આગામી બે દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જામનગરમાં સમગ્ર પંથકમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે અને આજે પણ સવારથી જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.
મુસ્તાક દલ, જામનગર: જામનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાની સવારી અવિરત જોવા મળી રહી છે, અને હજુ પણ આગામી બે દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જામનગરમાં સમગ્ર પંથકમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે અને આજે પણ સવારથી જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો:- બીજો પુરુષ ગમી જતા પત્નીએ પતિનો કાંટો કાઢી નાંખ્યો
હવામાન વિભાગની આગાહીના પગલે જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત વરસાદ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે જોડિયા, ધ્રોલ, જામજોધપુર, કાલાવડ, લાલપુર સહિતના પંથકમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. જામનગરમાં સીઝનના સારા વરસાદના કારણે ચાલુ વર્ષે 4 તાલુકાઓમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે, તો જામનગર જિલ્લાના કુલ 24 માંથી 16 જળાશયો ઘણા દિવસથી ઓવરફલો થઈ રહ્યા છે.
આ પણ વાંચો:- રાજકોટમાં કોરોના ડેથમાં બ્લાસ્ટ, સવારે 19 દર્દીના મૃત્યુ, 6 દિવસમાં 89 મોત
જ્યારે જામનગર જિલ્લામાં સારા વરસાદના કારણે જળાશયોની સાથે નદી-નાળા પણ છલકાય છે. ત્યારે જામજોધપુરની સોગઠી નદી બે કાંઠે વહેવા ના કારણે સોગઠી ગામ થોડા સમય માટે વિખુટું પડી ગયું હતું. આ ઉપરાંત જોડિયા તાલુકામાં દુધઈ, બાલંભા, પીઠડ સહિતના વિસ્તારોમાં સારા વરસાદના કારણે ગામની અંદર વરસાદના પાણી ઘુસી જતા 35 પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે કાલાવડમાં પણ સારા વરસાદના કારણે ખેડૂતોના ખેતરોનુ ધોવાણ જોવા મળી રહી છે. એકંદરે ગ્રામ્ય પંથકમાં હવે વધારે વરસાદથી ખેડૂતોના ખેતરોમાં બિયારણો ના ધોવાણ થવાના કારણે પાકને નુક્સાન જવાની ભીતિ પણ જોવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર