રાજકોટ : સૌરાષ્ટ્રમાં આજે રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ભાણવડમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં બે ઇંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. પોરબંદરમાં પણ સવારે 2 કલાકમાં એક ઇંચ વરસાદ પડતા લોકોને રાહત થઇ હતી. જુનાગઢમાં 10 એમએમ, રાણાવામાં 6 અને ગીર સોમનાથમાં 4 એમએમ વરસાદ નોંધાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: રાજ્યમાં રેકોર્ડ 1110 નવા કેસ, કુલ 753 લોકો સાજા થયા


સારા વરસાદના પગલે કપાસ અને મગફળીનાં પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશીનો લાગણી જોવા મળી રહી છે. લાઠીમાં ધીમીધારે ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદનાં રસ્તા પર પાણી ભરાઇ જવાથી લોકોને હાલાકી પડી હતી. લાઠીમાં ધીમી ધારે ગોંડલમાં ધોધમાર વરાદ વરસ્યો હતો. જસદણમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. 


રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, પોલીસ અને AMC એ કાર્યવાહી કરી


સામાન્ય વરસાદમાં જ રાજકોટમાં જળબંબાકાર થઇ ગયો હતો. લાઠી પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પવન સાથે ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભાણવડમાં ભારે વરાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સૌરાષ્ટ્રમાં ચાલુ સિઝનમાં 67 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્રનાં ત્રણ જિલ્લામાં 100 ટકાથી વધારે વરસાદ પડ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર