અમદાવાદ : સૌરાષ્ટ્રમાં હાલ કઇ ઋતુ ચાલી રહી છે તે ન તો નાગરિકો નક્કી કરી શકે છે કે ન તો ખેડૂતો કે હવામાન શાસ્ત્રીઓ હોય. હાલ રાત્રે ઠંડી પડી રહી છે, બપોરે ખુબ જ તડકો પડી રહ્યો છે જ્યારે ક્યારેક ક્યારેક અચાનક મેઘાડંબર રચાય છે અને વરસાદ પડવા લાગે છે. અમરેલીમાં આજે કાંઇક આવું જ થયું છે. એક તરફ જ્યારે કોરોનાએ સમગ્ર દેશનો ભરડો લીધો છે. બીજી તરફ અમરેલી અને આસપાસનાં અનેક ગામોમાં અચાનક વરસાદ પડતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોમાં સામાન્ય એવી માન્યતા છે કે તડકો પડતાની સાથે જ કોરોના વાયરસનો નાશ થઇ જશે. જેથી અચાનક ઠંડુ વાતાવરણ સર્જાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને નાથવાનો ઉપાય મળી ગયો? આયુર્વેદિક સેનિટાઇઝર અને ધૂપથી રોગને ભગાડો ચપટીમાં
સાવરકુંડલાનાં ભુવા, ખડકાલા, જુના સાવર, મોલડી, અમૃતવેલમાં કમોસમી વરસાદનું ઝાપટુ પડ્યું છે. જેના કારણે લોકોમાં ભારે કુતુહલ સાથે ભયનું વાતાવરણ સર્જાયું છે. જો કે અનેક ગામોમાં તો ખુબ જ પાણી વરસ્યું હતું. જ્યારે અનેક ગામોમાં મેઘાડંબર રચાયું છે. ગમે તે ઘડીએ વરસાત તુટી પડે તેવી શક્યતા છે. તેવામાં લોકોમાં ભારે કુતુહલ અને ભયનો માહોલ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવા વાતાવરણમાં શરદી અને ઉધરનાં કેસ વધી જતા હોય છે. જ્યારે કોરોનાનું પ્રાથમિક લક્ષણ જ શરદી અને ઉધરસ જ છે. તેવામાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube