કોરોનાને નાથવાનો ઉપાય મળી ગયો? આયુર્વેદિક સેનિટાઇઝર અને ધૂપથી રોગને ભગાડો ચપટીમાં

કોરોનાનો કહેર વધી રહ્યો છે અને ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદની અગ્રણી ઇન્સિટ્યુટના ફાર્મસી કેમ્પસના ડાયરેક્ટરે હર્બલ સેનીટાઇઝર બનાવ્યું છે. સાથે સાથે એક ધૂપ પણ બનાવ્યો છે, જેનાથી આખો રૂમ સેનિટાઈઝ થઈ જતો હોવાનો દાવો આ પ્રોફેસર એ કર્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ભારત દેશ પણ કોરોનાની દહેશતમાંથી બાકાત રહ્યું નથી. ગુજરાતમાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
કોરોનાને નાથવાનો ઉપાય મળી ગયો? આયુર્વેદિક સેનિટાઇઝર અને ધૂપથી રોગને ભગાડો ચપટીમાં

ગૌરવ પટેલ/ અમદાવાદ : કોરોનાનો કહેર વધી રહ્યો છે અને ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદની અગ્રણી ઇન્સિટ્યુટના ફાર્મસી કેમ્પસના ડાયરેક્ટરે હર્બલ સેનીટાઇઝર બનાવ્યું છે. સાથે સાથે એક ધૂપ પણ બનાવ્યો છે, જેનાથી આખો રૂમ સેનિટાઈઝ થઈ જતો હોવાનો દાવો આ પ્રોફેસર એ કર્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ભારત દેશ પણ કોરોનાની દહેશતમાંથી બાકાત રહ્યું નથી. ગુજરાતમાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

કોરોનાને કારણે વધુ એક ફટકો, બોર્ડના પેપર ચકાસણીની કામગીરી કરાઈ સ્થગિત
જેને લઈને દરેક લોકોને કોરોનાના સંક્રમણથી બચવા પોતાના હાથ વારંવાર સાબુથી ધોવાની તેમજ હાથ સેનિટાઈઝ કરવાની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. તો બીજીતરફ માર્કેટમાં સેનિટાઈઝરની અછત પણ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદની એક અગ્રણી ઇન્સ્ટિટ્યૂટના ફાર્મસી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડો. પુનરીકે હર્બલ સેનિટાઈઝર બનાવ્યું છે. હર્બલ સેનિટાઈઝર અંગે તેઓએ દાવો કર્યો છે કે, સામાન્ય સેનિટાઈઝરમાં આલ્કોહોલ જ હોય છે. જે હાથમાં લગાવતા ઉડી જાય છે. જયારે  આ સેનિટાઈઝરમાં હર્બલ એસ્ટરક્તસ આલ્કોહોલ છે. તેમાં હલદર, હરડે, નીમ છે. તે એસ્ટ્રેકટ હાથ પર રહેશે તો હાથ પણ સેનિટાઈઝ વધારે સમય રહેશે.

હલદી, હરડે, નીમ થઇ કિટાણુંનો નાશ થઈ જાય છે. અન્ય સેનિટાઈઝરની જેમ જ તેનો ઉપયોગ કરવાનો હોય છે. હર્બલ રહેવાના કારણે હાથમાં કલર રહેશે પરંતુ અન્ય સેનિટાઈઝર કરતા તેની અસર વધારે રહેશે.  આ ઉપરાંત આ પ્રોફેસરે એક ધૂપ બનાવ્યું છે, આ ધુપમાં જડીબુટ્ટી છે જે વાયરસ અને કીટાણું પર વધારે અસર કરે છે. જડીબુટ્ટીના સત્વને નિકાળીને તેને મીણ બત્તીમાં નાખ્યું છે. સળગશે પણ ધુમાડો નહિ નીકળે. પણ તેની અસર વધારે સમય રહેશે. 

કોરોના વાયરસ કે અન્ય શરદી ખસી વાળી વ્યક્તિ જો રૂમમાં ખાંસી ખસીને આવે તો તેના કીટનું હવામાં રહે છે. આ ધૂપ થી કિટાણુઓનો નાશ થશે. આ ધૂપથી આખો રૂમ સેનિટાઈઝ થઈ જશે તેવો દાવો તેમને કર્યો છે. આ ધૂપમાં લેમન ગ્રોસ, હરડે, ગુગલ, સલ્ફર, લીમડાનું તેલ આ તમામ વસ્તુ મિલાવી આ ધૂપ બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે  હાલ જ્યારે કોરોના વાયરસ નો હાહાકાર મચ્યો છે તેવામાં બનાવેલ આ સેનિતાઈઝર અસરકારક સાબિત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news