રાજ્યમાં ચોમાસાનું આગમન, આગામી 2 દિવસ સુધી રાજ્યમાં પડશે વરસાદ
રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આજે વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો હતો જેના પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
અતુલ તિવારી/અમદાવાદ : રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આજે વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો હતો જેના પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આગામી 2 દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હળવા ભારે ઝાપટાની આગાહી કરી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. હાલમાં ચોમાસુ કોંકણ સુધી પહોંચ્યું છે. બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાયું હોવાથી ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હાલમાં ચોમાસા માટેની સાનુકૂળતા સર્જાઈ છે.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ઓબીસી કે આદિવાસી ચહેરાને તક આપે તેવી શક્યતા
લીમડી અને દાહોદ પથકમાં દિવસ ભર ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી હતી. ભારે પવનના સાથે ભારે વરસાદ શરું થયો હતો. દાહોદ મેન રોડ ઉપર પવનના પગલે ઝાડની ડાળીઓ પડતા વાહન ચાલકોનો આબાદ બચાવ થયો હતો. પવનના પગલે લાઇટો ગુલ થઇ હતી.
અમદાવાદ: વટવા જીઆઇડીસીના ફેઝ 2માં સ્લેબ પડતા બે દટાયા, એક વૃદ્ધનું મોત
અરવલ્લી જિલ્લામાં વરસાદમાં વરસાદ શરૂ થયો હતો. મોડાસા , ડુંગરવાડા, અમલાઈમાં તથા તીર્થધામ શામળાજીમાં પણ વરસાદ શરૂ થયો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદી વાતાવરણને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કચ્છાના નખત્રાણા અને ભુજના ગામડાઓ વરસાદ પડ્યો હતો. નખત્રાણામાં પાણી વહી નીકળ્યા હતા. ભુજ તાલુકામાં વરસાદના અમી છાંટણા પડ્યા હતા. ગરમીમાં વરસાદમાં બાળકોએ મોજ માણી હતી. કચ્છભરમાં ભુજ નખત્રાણા પાવરપટ્ટી વિસ્તારમાં પ્રિમોન્સૂનની અસર તળે ભારે હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા.