અમદાવાદ: વટવા જીઆઇડીસીના ફેઝ 2માં સ્લેબ પડતા બે દટાયા, એક વૃદ્ધનું મોત

અમદાવાદના વટવા જીઆઇડીસી ફેઝ 2માં સ્લેબ પડી જતા બે કર્મચારી દટાયા હતાં. જો કે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયરબ્રિગેડએ દેવશી કોલડિયા નામની વ્યક્તિને જીવીત હાલતમાં બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. 

અમદાવાદ: વટવા જીઆઇડીસીના ફેઝ 2માં સ્લેબ પડતા બે દટાયા, એક વૃદ્ધનું મોત

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના વટવા જીઆઇડીસી ફેઝ 2માં સ્લેબ પડી જતા બે કર્મચારી દટાયા હતાં. જો કે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયરબ્રિગેડએ દેવશી કોલડિયા નામની વ્યક્તિને જીવીત હાલતમાં બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. 

જ્યારે નીલકંઠ ઢોલકિયા નામના વૃદ્ધનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. વટવા જીઆઇડીસી ફેઝ 2માં આવેલ યુનાઇટેડ કેમ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું. જો કે આ કંપનીમાં લેબ વિભાગ છે, તે જુની ઓફિસમાં જ ચાલી રહ્યો હતો. આ લેબ વિભાગની છતનો ભાગ જર્જરિત હોવાથી અન્ય વિભાગના કન્સ્ટ્રક્શનનો ભાર આ છત પર આવ્યો હતો.

જેથી લેબ વિભાગની છત ધરાશાયી થઇ હતી. જેમાં આ બંન્ને ચીફ કેમીસ્ટ દટાયા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં જ વટવા જીઆઇડીસી પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોચી હતી. ફાયરબ્રિગેડને જાણ કરતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી અને ફસાયેલા લોકોને બચાવવા માટે પ્રયાસ કર્યો જેમાંથી એરક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news