ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ રાઉન્ડમાં અનેક જગ્યાએ સારા વરસાદ બાદ હવે મેઘરાજાની નવી ઈનિંગ શરૂ થઈ છે. આગામી દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ક્યા જિલ્લામાં વરસાદ પડશે તેની માહિતી આપી છે. હવામાન વિભાગ દ્વારા રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 18થી 22 જુલાઈ માટે વરસાદની આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 જુલાઈ માટે હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 18 જુલાઈ એટલે કે મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાદ , દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન 30-40 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છ, દમણ જેવા વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. 


19 જુલાઈ માટે વરસાદની આગાહી
હવામાન વિભાગે 19 જુલાઈ માટે સાઉથ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ ગુજરાત પોલીસના આ વિભાગમાં નોકરી કરશો તો મળશે સૌથી વધુ પગાર, સૌથી વધુ એલાઉન્સ જાહેર


20 જુલાઈ માટે વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે 20 જુલાઈએ નવસારી, વલસાદ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


21 જુલાઈની આગાહી
ગુજરાતના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 21 જુલાઈએ સાઉથ ગુજરાતના સુરત, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો નવસારી, વલસાદ, દમણ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય કચ્છ, જામનગર અને દ્વારકા, તાપી, ભરૂચ, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતના આટલા જિલ્લા સાવધાન, ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે


22 જુલાઈની આગાહી
ગુજરાતના હવામાન વિભાગ પ્રમાણે 22 જુલાઈએ કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય નવસારી, ડાંગ, વલસાદ, તાપી, દ્વારકા, પોરબંદર, મોરબી, દ્વારકા જેવા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે વરસાદની સ્થિતિને જોતા કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય નવસારી અને વલસાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દાહોદ, અરવલ્લી, સારબકાંઠા, મહીસાગર, તાપી, નર્મદા, ભરૂચ, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube