અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી : ગુજરાતના આટલા જિલ્લા સાવધાન, ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે
Ambalal Patel Prediction : ગુજરાતમાં આવતીકાલથી ચોમાસાનો ત્રીજો રાઉન્ડ દસ્તક દેશે. ત્યાર અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે
Gujarat Weather Forecast
અંબાલાલ પટેલે કહ્યું કે, 18 થી21 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. સાથે જ પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ, તાપી નદીની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદી બે કાંઠે થશે.
18 જુલાઈની વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ પણ કહ્યું કે, આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે પણ ગુજરાતમાં ઘણી જગ્યાઓ ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલથી 23 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
19 જુલાઈની વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, તારીખ 19, 20 અને 21 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત ભારે વરસાદ રહેશે. આ દિવસોમાં સાઉથ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. અમદાવાદમાં પણ 7 દિવસ સામાન્યથી માધ્યમ વરસાદ રહેશે. ચોમાસાન 63% વરસાદ ગુજરાતમાં અત્યાર સુધી થઈ ચૂક્યો છે.
19 જુલાઈની વરસાદની આગાહી
તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને લઇને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 18 થી 25 જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમા લો પ્રશર બની રહ્યુ છે તેના કારણે વરસાદ આવશે. જેને કારણે દક્ષિણ ગુજરાતમા સામન્યથી ભારે વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાત અને ઉ ગુજરાતમા સામાન્ય વરસાદ રહેશે.
19 જુલાઈની વરસાદની આગાહી
19 જુલાઈની વરસાદની આગાહી
વરસાદને લઈ આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણીથી તરબોળ થશે. સાથે જ આંબાલાલ પટેલે કહ્યું છે કે, 17 જુલાઈ બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ આફત રૂપ બની શકે છે. તો હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
20 જુલાઈની વરસાદની આગાહી
20 જુલાઈની વરસાદની આગાહી
20 જુલાઈની વરસાદની આગાહી
Trending Photos