Gujarat Monsoon 2024: છેલ્લા અઠવાડિયાથી નવસારીમાં વરસાદી માહોલ બનતો હતો. પરંતુ વરસાદ હાથતાળી આપી જતો હતો. પરંતુ આજે આગાહી પ્રમાણે મેઘો રિઝ્યો છે અને નવસારીમાં બપોર બાદ મેઘ મહેર થતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બપોરે 12 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીના ચાર કલાકમાં ખેરગામ તાલુકામાં સૌથી વધુ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ચાલશે સુરતની લોબી! પૂર્ણેશ મોદીનું કદ વધશે, ટૂંક સમયમાં સોંપાશે મોટી જવાબદારી


જ્યારે નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલી તાલુકામાં સવા ઇંચથી પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાંસદા તાલુકામાં ફકત 2 મિમી વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ વરસાદ જામતા ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે. ખાસ કરીને નવસારીમાં ખેડૂતો ચોમાસુ ડાંગરની રોપણી માટે ધરૂ તૈયાર કરીને બેઠા છે અને વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે પડેલા વરસાદથી ખેડૂતોને સરા વરસાદની આશા જાગી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત થયા બાદ પહેલીવાર જિલ્લાના 5 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 


ગુજરાતમાં આવી શકે છે પૂર! આ વિસ્તારોમાં તૂટી પડશે સાંબેલાધાર, અંબાલાલની ઘાતક આગાહી


વાંસદા, ગણદેવી, ચીખલી અને ખેરગામ સહિતના તાલુકામાં ખેતી કરવા જેવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, ડાંગરની ખેતી કરતા ખેડૂત હજુ પણ સારો વરસાદ વરસે તેની રાહ જોઈ રહ્યા છે. તેવામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ સિંચાઈ માટે કેનાલમાં પાણીના વહેણ શરુ કરવા અપીલ કરી હતી.


આ આગાહી વાંચીને અમદાવાદીઓ થઈ જશે ખુશખુશાલ! જાણો કઈ તારીખથી પડશે ભારે વરસાદ


ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે.જિલ્લા ના તમામ તાલુકાઓ માં વરસાદ વરસ્યો હતો.વલસાડ. , વાપી ધરમપુર સહિત ના વિસ્તારો માં ભારે વરસાદ વરસ્યો હતો.ધરમપુર માં ભારે વરસાદ ના કારણે શહેર ના મુખ્ય રોડ પર પાણી ભરાઈ ગયા હતા.સાથી વાહનચાલકો અને રાહદારીઓ એ પરેશાની નો સામનો કરવો પડ્યો હતો. ધરમપુરના સ્ટેશન રોડ પર મામલતદાર કચેરી ની સામે જ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. 


કોરોનાથી તો બચ્યા, હવે કેવી રીતે બચશો! ગુજરાતના આ ગામડામાં ફેલાયો જીવલેણ રોગ


પાલિકા દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે .આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતથી જ ધરમપુર વાસીઓએ પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે..આ સાથે જિલ્લાના વલસાડ , વાપી , પારડી, કપરાડા અને ઉમરગામ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.