સુરતમાં બિલ્ડરનાં નામે બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી, CA એ કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યાં
પાલ ખાતે રહેતા બિલ્ડરના નામના બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને સહયોગ એન્ટરપ્રાઇમના નામની GST નંબર મેળવી વરાછાના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ 20 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શનો કરી તેના પર જીએસટી ઇનપુટ ક્રેડિટ મેળવી લીધા હોવાનું સામે આવ્યું છે. બિલ્ડરે ઇન્કમટેક્ષ રિટર્ન ભરવા માટે ડોક્યુમેન્ટોની ફાઇલ ભાવનગરના સીએને મોકલાવી છે. જેમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આ અંગે બિલ્ડરે ડીસીબીમાં ફરિયાદ આપી હતી.
સુરત : પાલ ખાતે રહેતા બિલ્ડરના નામના બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને સહયોગ એન્ટરપ્રાઇમના નામની GST નંબર મેળવી વરાછાના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ 20 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શનો કરી તેના પર જીએસટી ઇનપુટ ક્રેડિટ મેળવી લીધા હોવાનું સામે આવ્યું છે. બિલ્ડરે ઇન્કમટેક્ષ રિટર્ન ભરવા માટે ડોક્યુમેન્ટોની ફાઇલ ભાવનગરના સીએને મોકલાવી છે. જેમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આ અંગે બિલ્ડરે ડીસીબીમાં ફરિયાદ આપી હતી.
કોરોનાએ ગુજરાતની હેલ્થ સિસ્ટમની કમર તોડી નાખી, વેક્સિનેશન અને ટેસ્ટિંગ બંન્ને ભાંગી પડ્યાં
ફરિયાદના આધારે પોલીસે સી.એ ભરત રૂપારેલીયા અને નરેન્દ્ર ભાથાણી (બંન્ને વરાછા) અને સહયોગ એન્ટરપ્રાઇઝના કાર્યકર્તા સામે ગુનો નોંધ્યો છે. જે પૈકી ભરત રૂપારેલીાની ઇકો સેલ દ્વારા ધરપકડ કરી છે. સીએની સાથે અન્ય જોડાયેલા હોઇ તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ઇકો સેલ તેની પર તપાસ કરશે. અડાજણ પાલ ગ્રીન સીટી રોડ પર પ્રથમ ગણેશામાં રહેતા બિલ્ડર કૃણાલ માધવજી વાઘાણીએ ઇચ્છાપોર ખાતે ડીજીટલ ક્રીએટીવ ટેક્ષટાઇલ ધંધાની શરૂઆત કરી હતી.
બાપ રે બાપ!!! ગુજરાતમાં કોરોનાએ તો હદ વટાવી, 24 કલાકમાં અધધ... લોકો થયા સંક્રમિત, 35ના મૃત્યું
આ ધંધા માટે બિલ્ડરે 5 મેના રોજ 18એ વરાછાના સીએ ભરત રૂપારેલીયા અને નરેન્દ્ર ભાથાણી નામના સીએ દ્વારા પાર્ટીનો ફોટો, પાનકાર્ડ, આધારકાર્ડ, બેંક સ્ટેટમેન્ટ અને ફેક્ટરીના લાઇટબીલની ઝેરોક્ષ સહિતનાં ડોક્યુમેન્ટ આપીને જીએસટી નંબર મેળવ્યો હતો. બિલ્ડરે ધંધા માટે વરાછાની બેંકમાંથી 80 લાખની લોન બંન્ને સીએ હસ્તક કરાવી હતી. આ વખતે ડોક્યુમેન્ટો આપ્યા હતા. આ લોન ભરપાઇ કરી અને ડીજીટલમાં ક્રીએટીવ ટેક્ષટાઇલનો ધંધો પણ બંધ કરી દીધો હતો.
AHMEDABAD માં કોરોનાની ગંભીર સ્થિતી, સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો જોઇ થથરી જશો
ચારેક મહિના અગાઉ બિલ્ડરે ઇન્કમટેક્ષ રિટર્ન ભરવા ડીજીટલ ક્રિએટીવનો જીએસટી નંબર, આવકનો પુરાવો અને અન્ય વિગતો ભાવનગરના સીએએ આપી હતી. સીએ જીએટટી માટે ફોર્મ 26 મેળવી તપાસ કરતા બિલ્ડરના નામનું સહયોગ એન્ટરપ્રાઇઝનાં નામે જીએસટી નંબરથી 20 કરોડનું ટ્રાન્ઝેક્શનનું થયું હોવાનું બહાર આવ્યું છે. ભાવનગરનાં સીએએ ધ્યાન દોરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. બિલ્ડરે તેના ઘરનું લાઇટબીલ સીએ ભરત અને નરેન્દ્રને કોઇ દિવસ આપ્યુ નહી હોવા છતા તેમના નામથી બોગસ બીલ બનાવી નાખ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube