આ છે રંગીલુ રાજકોટ: કોરોના ગાઇડલાઇન સાથે ધૂળેટીની ઉજવણી, ગરબે ઘૂમ્યા લોકો
રંગીલા રાજકોટવાસીઓએ એપાર્ટમેન્ટના ધાબા પર ડી.જે.ના તાલે પરિવાર સાથે ઉજવણી કરી હતી. સાથે જ ઝી 24 કલાકની તિલક હોળીની ઝુંબેશને પણ આવકારી હતી.
ગૌરવ દવે/રાજકોટ : રંગીલા રાજકોટીયનોએ આજે કોરોના ગાઈડ લાઇન (Corona Guideline) સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી છે. જાહેર માર્ગો પર પોલીસના બંદોબસ્ત હોવાથી એપાર્ટમેન્ટના ધાબા પર પરિવાર સાથે યુવક-યુવતીઓએ ધુળેટી (Dhuleti) પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
રાજ્ય (Gujarat) માં કોરોનાનું સંક્રમણ સતત વધતા રાજ્ય સરકાર દ્વારા જાહેરમાં ધુળેટીના તહેવારની ઉજવણી પર પ્રતિબંધ (Ban) લગાવવામાં આવ્યો હતો. પરંતુ રંગીલા રાજકોટવાસીઓએ એપાર્ટમેન્ટના ધાબા પર ડી.જે.ના તાલે પરિવાર સાથે ઉજવણી કરી હતી. સાથે જ ઝી 24 કલાકની તિલક હોળીની ઝુંબેશને પણ આવકારી હતી. નાના બાળકો થી લઈને વયોવૃદ્ધ લોકો ધાબા પર ચડીને ધુળેટી ઉજવતા જોવા મળ્યા હતા. સાથે જ કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે માટે મિત્રો સાથે નહિ પરંતુ પરિવારના દાદી, મમ્મી, પપ્પા અને ભાઈ - બહેનો તેમજ દેર-દેરાણી અને જેઠાણી એક જ અગાસી પર ધુળેટી પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
Be Alert: કોર્પોરેશનની ટીમ નિકળી પડી છે ચેકિંગમાં, જાહેરનામાનો ભંગ કરાનારા વિરૂદ્ધ થશે કડક કાર્યવાહી
600 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત
રાજકોટ (Rajkot) ના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા આજે સવારથી જ રેસકોર્ષ અને કલાવડ રોડ પર આવેલ કે. કે. વી હોલ ચોકડીએ ચેકીંગમાં નિકળા હતા. મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારનું જાહેરનામું છે તેનું પાલન કરવવામાં આવી રહ્યું છે. 600 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે લોકો જાહેરમાં કલર લઈને નીકળે છે તેમને ડિટેઇન કરવામાં આવશે. 2 દિવસ પહેલા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે લોકોને ધુળેટી ન ઉજવવા અપીલ કરી હતી. જે લોકો નિયમો નહિ પડે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Photos: રિવાબાના વાયરલ વિડીયોએ મચાવી ધમાલ, 'પતિ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી'
નાના બાળકોએ પિચકારી અને ફુગ્ગા લઈ મનાવી ફૂલેટી
રાજકોટમાં આજે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અનેક સોસાયટીમાં લોકો એકઠા થઇ મનાવી રહ્યા છે ધુળેટી પર્વ. નાના બાળકો પિચકારી અને ફુગ્ગા લઇ રંગ પર્વ ધૂળેટીની ઉજવણી કરી હતી. ધુળેટી પર્વને લઇ બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.બાળકોના વાલીઓ સાવચેતી રાખી રહ્યા છે.
કોરોનાના કહેર વચ્ચે ધુળેટીની ઉજવણી બની સાવ ફિક્કી, છવાયો કર્ફ્યુ જેવો માહોલ
ગરબે ઘૂમ્યા લોકો
કાલાવડ રોડ પર એપાર્ટમેન્ટમાં લોકો ધુળેટી પર્વની ઉજવણી સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. લોકોનું કહેવું છે કે, કોરોના ને કર્નર કોઈ તહેવાર ઉજવી શક્યા નથી ત્યારે ધુળેટી પર રંગ ની સાથે ગરબે પણ ઘૂમી ઉજવણી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube