અરવલ્લી : રાજસ્થાનનું ઉદેપુર ગુજરાતી વેપારીઓ માટે જુગારધામ બની ચુક્યું છે. ગુજરાતમાંથી રમવા પહોંચેલા 69 જુગારીઓને રાજસ્થાન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. આ જુગાર અંગે એટીએસને બાતમી મળતા પોલીસ કાફલો હોટલ પર પહોંચ્યો હતો. જ્યાં હોટલના કિચન તરફથી વેઇટર જોવા મળ્યો હતો. તેની પુછપરછ કરતા મૌલિક પટેલ ઉર્ફે ભુરો પટેલ ગ્રુપ લઇને પરમ દિવસે સાંજે હોટલમાં ચેક ઇન થયો હોવાનું સામે આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: લગ્નની લાલચ આપી 20 વર્ષીય યુવતીને દેહવ્યાપારમાં ધકેલી, મોટા રેકેટની શક્યતા

વેઇટર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે હોટલમાં રૂમમાં જઇને દરોડો પાડ્યો હતો. રૂમમાં 6 ગ્રુપમાં 69 લોકો જુગાર રમતા હતા. જ્યારે તેમની પાસેથી રોકડ રકમ, પ્લાસ્ટિકના સિક્કા અને પત્તા મળી આવ્યા હતા. આ ઉપરાંત તમામ પાસેથી 24 લાખ જેટલી મોટી રકમ પણ મળી આવી હતી. આ ઉપરાંત લેપટોપ, કોમ્પ્યુટર અને કેલકુલેટર સહિતની સામગ્રી મળી હતી. 


એસીડ પીને આપઘાતનો પ્રયાસ, બચી જતા હોસ્પિટલમાંથી કુદીને જીવ આપી દીધો

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રાવણ મહિનો આવતાની સાથે જ શ્રાવણીયો જુગાર ચાલુ થઇ ચુક્યો છે. જો કે રાજસ્થાન જુગારીઓ માટે સ્વર્ગ બની ચુક્યું છે. અહીં ન માત્ર જુગાર રમવા માટે શેહ મળી રહે છે પરંતુ દારૂ પણ મળી રહેતો હોવાનાં કારણે વેપારીઓ રાજસ્થાનનાં પર્યટન સ્થળો પર જ જઇને જુગાર રમવાનું પસંદ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર