ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટસત્રમાં વિવિધ પ્રશ્નોતરી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં માંગણી કરી છે કે રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની વાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સી.આર.પાટીલનો લોકસભા ચૂંટણી પહેલા મોટો ઈશારો, આ નેતા લડી શકે છે ભરૂચ લોકસભા ચૂંટણી


ગુજરાત વિધાનસભા ગૃહમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગની માંગણી પર‌ બોલતા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર દ્વારા જણાવાયું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોંગ્રેસ શાસિત રાજ્યોના ઉદાહરણ આપે છે ત્યારે રાજસ્થાનમાં રૂપિયા 500માં ગેસનો બોટલ આપવામાં આવે છે તે રીતે ગુજરાતમાં પણ આપવો જોઈએ.  


શું છે સાટા પદ્ધતિથી થતા લગ્ન, જેને કારણે કિંજલ દવેની 5 વર્ષની સગાઈ તૂટી


વિધાનસભામાં ચર્ચા દરમિયાન ગેનીબેન ઠાકોરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત માલા પ્રોજેક્ટના કારણે તળાવોને મોટું નુકશાન થયું છે. તળાવો ખોદી માટી ભારતમાલા પ્રોજેક્ટમાં નાંખવામા આવી છે. તળાવો એટલા હદે ઊંડા કરવામાં આવ્યા છે કે તળમાં ખારાશ આવી જતા પાણી ખારૂ થઈ ગયું છે.


મહિલાઓના પ્રાઈવેટ પાર્ટનું પણ થાય છે સુન્નત! 92 દેશોમાં નિભાવાય છે પરંપરા


નોંધનીય છે કે, ગૃહમાં ચાલી રહેલા બજેટસત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કર્યો કે મહિલાઓને સુરક્ષા આપવા માટે હથિયારની મંજૂરી આપવા માટે સરકારે શું નિર્ણય કર્યો? જો કે ગેનીબેન ઠાકોરના સવાલ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેનો પ્રત્યુત્તર આપ્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે મહિલાઓ વિરુદ્ધના ગુનામાં તાત્કાલિક ન્યાય મળે છે. મહિલાઓ પર અત્યાચાર થશે તો આરોપીઓને કડક સજા થશે.