સી.આર.પાટીલનો લોકસભા ચૂંટણી પહેલા મોટો ઈશારો, આ નેતા લડી શકે છે ભરૂચ લોકસભા ચૂંટણી

ભરૂચમાં સી.આર.પાટીલએ સાંસદોને આડકતરો ઈશારો કરતા જણાવ્યું હતું કે, મનસુખ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી લડી શકે છે. ભરૂચમાં સી.આર.પાટીલએ ઈશારો કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો.

સી.આર.પાટીલનો લોકસભા ચૂંટણી પહેલા મોટો ઈશારો, આ નેતા લડી શકે છે ભરૂચ લોકસભા ચૂંટણી

ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે લોકસભા ચૂંટણીને લઈ સાંસદોને અત્યારથી સાવધાન કરી દીધા છે. ભરૂચમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ બેઠકના સતત 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાની આગામી લોકસભા ચૂંટણીમાં ટિકિટને લઇને પાટીલનો આડકતરો ઇશારો ચર્ચાનો વિષય બન્યો છે. પાટીલે અહીં ભરૂચના સાંસદ મનસુખ વસાવાને 2024માં ફરી ટિકિટ આપવાનો આડકતરી ઈશારો કર્યો છે. પ્રદેશ ભાજપ અધ્ક્ષ સી.આર.પાટીલે કહ્યું સાતમી વખત સાંસદ બનવું હોય તો કાર્યાલય જોઈશે.

ભરૂચમાં સી.આર.પાટીલએ સાંસદોને આડકતરો ઈશારો કરતા જણાવ્યું હતું કે, મનસુખ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી લડી શકે છે. ભરૂચમાં સી.આર.પાટીલએ ઈશારો કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. આ સાથે જ રાજનીતિ વતુર્ળોમાં ચર્ચા ચાલી રહી છે કે મનસુખ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી લડી શકે છે. મનસુખ વસાવા 6 વખત સાંસદ બન્યા છે અને સાતમી વખત સાંસદ બનવું હોય તો કાર્યાલય જોઈશે તેનું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું. સાંસદ મનસુખ વસાવાને જયારે આ બાબતે પૂછવામાં આવતા તેમણે લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે કહ્યું હતું કે પક્ષ આદેશ કરે તો સતત સાતમીવાર ચૂંટણી લડવા તેઓ તૈયાર છે.

No description available.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે લોકસભા ચૂંટણીને લઈ સાંસદોને ટિકિટને લઇને આડકતરો ઇશારો કર્યો છે. સી.આર.પાટીલે કહ્યું છે કે 6 ટર્મના સાંસદે પોતાનું જનસંપર્ક કાર્યાલય ખોલ્યું નથી. તેમણે કાર્યકરોની અને મતદારોની રજુઆત સાંભળવા અને પ્રશ્નો હલ કરવા કાર્યાલય જરૂરી વાત હોવા ઉપર ભાર મુક્યો હતો. પાટીલે કટાક્ષ મનસુખ વસાવા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં જન સંપર્ક કાર્યાલયનું મહત્વ સજાવટ નિવેદન બાદ આપવામાં આવતા સાંસદ નજર ઝુકાવી ગયા હતા.

નોંધનીય છે કે, ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ જનસંપર્ક  કાર્યાલયનું મહત્વ સમજાવ્યું હતું. જોકે વસાવાનું પોતાનું જ જનસંપર્ક કાર્યાલય ન હોવાની પ્રદેશ અધ્યક્ષે ટકોર કરી હતી. આ અવસરે સાંસદ માટે ચીમકી સાથે વધુ એક ટર્મ માટેની તૈયારીનો ઈશારો પણ સમજવામાં આવી રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news