Mahisagar News : ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પાણી માટે વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જળ માટે વસૂલી ની શરૂઆત થઈ બજાજ સાગર ડેમ કડાણા ડેમ પાસે બાકી નીકળતા પૈસા માંગ્યા છે. જો ગુજરાત સરકાર દ્વારા નાણાં ન ચૂકવતા રાજસ્થાન સરકાર પાણી બંધ કરશે. કડાણા ડેમની ઉપર આવેલ બાસવાડા ડેમમાંથી પાણી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. ત્યારે રાજ્યમાં પૈસા માટે પાણી રોકાય તેવી શકયતા દેખાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણી માટે રાજસ્થાન ગુજરાત વચ્ચે જંગ 
પાણી મુદ્દે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. જેમાં રાજસ્થાનથી ગુજરાત આવનારા પાણીને રોકવાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત સરકારે 31 કરોડ રૂપિયા રાજસ્થાન સરકારને આપવાના બાકી છે. રાજસ્થાનના ચીફ એન્જિનિયરનો દાવો છે કે 31 કરોડ રૂપિયાનું પેમેન્ટ બાકી છે. તેથી ગમે ત્યારે રાજસ્થાન સરકાર ગુજરાતને પાણી ન આપવાનો નિર્ણય કરી શકે છે. 


રૂપાલાની ક્ષત્રિયોને શીખામણ : વાતાવરણ ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે, સંયમથી કામ લેજો


રાજસ્થાન ગુજરાતનું પાણી રોકશે 
કડાણા સિંચાઈ વિભાગનો દાવો છે કે કોન્ટ્રાક્ટેડ પાણી મળતું નથી. જેમાં બાસવાડા ડેમમાંથી કડાણા ડેમમાં પાણી આવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે મહીસાગરમાં પાણીને લઈને યુદ્ધ શરૂ થયું છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પાણીનો વિવાદ ચાલી રહ્યો છે. પાણી માટેનું વિશ્વ યુદ્ધ થશે ખરું..??? પરંતુ શરૂઆત તો થઈ ચૂકી છે. જો ગુજરાત સરકાર પૈસા નહીં આપે તો રાજસ્થાન સરકાર પાણી બંધ કરશે. કડાણા ડેમ ઉપરના બાસવાડા ડેમમાંથી પાણી રોકવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાન સરકાર રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં રાખવા તૈયાર છે.


રાજસ્થાનના ચીફ ઈજનેર ગુજરાત આવતા વિવાદ 
રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં રાખવા રાજસ્થાન સરકારે તૈયારી આરંભી દીધી છે. રાજસ્થાનના ચીફ ઈજનેર કડાણા ડેમ આવતા જ વિખવાદ ઉભો થયો છે. ગુજરાત સરકાર દ્વારા કડાણા ડેમમાં 40 TMC પાણી મળવા છતાં અંદાજીત 31 કરોડનું ચૂકવણું બાકી છે. તો બીજી તરફ, 12 વર્ષમાં કોઈ કરાર આધારિત પાણી ન મળ્યું હોવાનું કડાણા સિંચાઇ વિભાગનો દાવો છે. 


ઈદમાં માતમ છવાયો : પાનમ ડેમ ફરવા ગયેલા ત્રણ યુવકો ડૂબ્યા, બે સગાભાઈઓના મોત


તો બીજી તરફ, કડાણા ડેમના કાર્યપાલક ઈજનેરે આ વિશે ખુલાસો કરતા જણાવ્યુ કે, પાણી બંધ થવાની એવી કોઈ શક્યતા નથી. છેલ્લા પાંચ વર્ષની કડાણા ડેમની કોઈ રકમ બાકી નથી. 1993 દરમિયાન પાણીનો જથ્થો પુરો નથી આવ્યો, જેનો લીધે તે દરમિયાનની રકમ બાકી છે. તમામ માહિતી સરકારમાં વિગતવાર મોકલવામાં આવશે. રાજસ્થાનના અધિકારીઓ દ્વારા પૈસા માટે વિજીટ કરવામાં નથી આવી. રાજસ્થાનના અધિકારીઓ સમયાંતરે કડાણા ડેમની મુલાકાત માટે આવતાં હોય છે. પૈસા બાબતની કોઈ પણ વાત કરવામાં આવી નથી. કરાર કરાયેલો હોવાથી પાણી તો ના રોકી શકે રાજસ્થાન છતાં પણ આપણે સરકારમાં રજૂઆત કરીશું. 


આગાહી પહેલા આવ્યો વરસાદ, આજથી સતત ત્રણ દિવસ ગુજરાતમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી