રૂપાલાની ક્ષત્રિયોને શીખામણ : મિત્રો, વાતાવરણ ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે, સંયમથી કામ લેજો

Parsottam Rupala : રાજકોટમાં યોજાયેલા ભાજપના કાર્યકર્તાઓના સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી, આ પ્રસંગે રૂપાલાએ કહ્યું કે, વાતાવરણને ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે

રૂપાલાની ક્ષત્રિયોને શીખામણ : મિત્રો, વાતાવરણ ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે, સંયમથી કામ લેજો

Rajkot News : રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની આગ વધુ ભભૂકી રહી છે. ગઈકાલે રાજકોટમાં યોજાયેલા ભાજપના કાર્યકર્તાઓના સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલા હાજરી આપી હતી, જોકે, પુરુષોત્તમ રૂપાલા આ કાર્યક્રમમાં પહોંચે તે પહેલાં તેમનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા વાળા અન્ય બહેનો સાથે ત્યાં પહોંચ્યા હતા. જેને પગલે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિતની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજને સલાહ આપતા કહ્યુ હતુ કે, મિત્રો વાતાવરણને ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ મારી આપ સૌને નમ્ર અરજ છે કે તમે ધૈર્ય અને સંયમ પૂર્વક કામ કરજો. 

પરસોતમ રૂપાલાએ સંબોધના કરતા કહ્યુ હતું કે, કાર્યાલયનું ઉદ્ઘાટન કરવું તે ચૂંટણી પ્રક્રિયાનો ભાગ છે. ઉમેદવાર જાહેર નહોતા થયા તેમ છતાં 26-26 બેઠકો પર કાર્યકયો ખોલી દેવામાં આવ્યા હતા. આ ક્ષમતા પ્રદેશ ભાજપ પાસે છે તે કહેવું અતિશયોક્તિ નથી લાગતી. 2012 પહેલાનો ચૂંટણીનો સમયગાળો યાદ કરો. ચૂંટણીઓમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત જ નહોતી થતી. સૌની યોજનાની જાહેરાત રાજકોટથી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી લોકો ધંધો-રોજગાર માટે રાજકોટમાં આવ્યા છે. હું પ્રચારમાં જાવ ત્યારે લોકો મને પોતાના ગામનું કહે છે ત્યારે મને ખબર પડી. 370ની કલમને કારણે દલિત બંધુઓને કાશ્મીરમાં અધિકારો મળતા નહોતા. 370ની કલમ નીકળતા કાશ્મીર ભારત સાથે જોડાઈ ગયું.

પરસોતમ રૂપાલાએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, નરેન્દ્રભાઈ પર વિપક્ષ આરોપ લગાવે કે ED અને IT અમારી પાછળ લગાવી છે. એક સાંસદના ઘરમાંથી 350 કરોડ રોકડા મળ્યા. પ્રધાનમંત્રીએ કાળું નાણું બહાર લાવવા કામ શરૂ કર્યું છે. શું તમારી પાછળ શિક્ષકો મુકવા કે તમને પૂછે કે કાળું નાણું હોઈ તો આપી દો ? જેટલું લૂંટ્યું એ પાછું આપવું પડશે. દેશની લૂંટનારા જેલમાં છે અને અડધા લાઈનમાં છે. 

તો સાથે જ કાર્યકર્તા સંમેલનમાં ક્ષત્રિય સમાજ પર પરસોતમ રૂપાલાએ આડકતરી રીતે કહ્યું હતું કે, મિત્રો વાતાવરણને ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ મારી આપ સૌને નમ્ર અરજ છે કે તમે ધૈર્ય અને સંયમ પૂર્વક કામ કરજો. સાચવીને કામ કરજો.

અંતે એક શાયરી કહીને તેમણે સંબોધન પૂરુ કર્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, ફાનુસ બનકર જીસકી હિફાઝત હવા કરે, વો શમા ક્યા બુઝે જે રોશન ખુદા કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news