Rajiv Modi Sexual Harassments Case :  કેડિલાના સીએમડી રાજીવ મોદી કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે એ સમરી રિપોર્ટ ભરીને રાજીવ મોદીને ક્લિન ચીટ આપી હતી. પરંતુ આ કેસની પીડિતા હાજર થઈ છે. રાજીવ મોદી સામે આરોપ મૂકનાર બલ્ગેરિયન યુવતી 24 જાન્યુઆરીથી ગાયબ હતી, તે હવે સામે આવી છે. તેણે પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ પર ચોંકાવનારા આક્ષેપો પણ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેડીલાના સીએમડી રાજીવ મોદી પર દુષ્કર્મના કેસ મુદ્દે હવે પીડિતાએ પોતાના વકીલ સાથે સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પીડીતાએ પોલીસ તપાસ પર આક્ષેપ લગાવ્યા છે. તેણે જણાવ્યું કે, ઘટનાના ઘણા સમય વીત્યા બાદ મારા મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોલીસે શરૂઆતથી તપાસમાં ઢીલાશ મૂકી છે. ગુજરાત પોલીસે તપાસ યોગ્ય નહિ કરતા સમરી રિપોર્ટ ભર્યો છે. અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા પરંતુ ત્યાં પણ અમારે અરજી પરત લેવી પડી. સમરી રિપોર્ટના લીધે અમે અરજી પરત ખેંચી છે. 


મોદીના માનીતા નેતાએ આ બેઠક પર કરી દાવેદારી, જુઓ લોકસભા માટે કોણે કોણે ટિકિટ માંગી


હું કાયદાકીય લડત આપીશ અને ભારતમાં જ છું - પીડિતા 
તો બીજી તરફ, આ કેસની તપાસ અન્ય એન્જસીને સોંપવા પીડીતાની કોર્ટમાં માંગ કરી છે. તેણે કહ્યું કે, પોલીસ અધિકારીઓ યોગ્ય જવાબ પણ આપ્યો નથી. અગાઉ પણ કેસને સમાધાન કરી બંધ કરવાની પોલીસે વાત કરી હતી. મારી સુરક્ષા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. કેસની તપાસમાં જુના સાક્ષીઓની પૂછપરછ પોલીસે કરી જ નથી. નવા સ્ટફાની પૂછપરછ કરીને પોલીસે કેસનો સમરી રિપોર્ટ ભર્યો છે. આવી અનેક યુવતીઓ ભોગ બની છે તે પીડિતાઓની પૂછપરછ પણ કરાઈ નથી. હું કાયદાકીય લડત આપીશ અને ભારતમાં જ છું. 


વાઈબ્રન્ટનો જમણવાર માથે પડ્યો! 35 પાર્ટનર કન્ટ્રીમાંથી એક પણ દેશે MOU ન કર્યા


આ કેસ હજી પૂરો થયો નથી
પીડિતાના વકીલ રાજેશ મિશ્રાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં અરજી અમે કરવા ગયા ત્યારે પોલીસે એ-સમરી રિપોર્ટ રજૂ કરી દીધો હતો. જેથી સુપ્રીમ કોર્ટમાં અરજી પરત લેવી પડી. એક વર્ષ બાદ કેસમાં પીડિતાના મેડિકલ રિપોર્ટ, નવા સ્ટાફની પૂછપરછનો કોઈ મતલબ નથી. તે સમયે અઘોરા મોલ વખતે પીડિતા પર હુમલો થયો હતો. જેની તપાસ પોલીસે કરી જ નથી. પોલીસે તપાસમાં ઢીલાશ મુકતા અમે પોલીસે ભરેલા એ-સમરી રિપોર્ટનો જવાબ આપીશું. 164 નું નિવેદન મુજબ તપાસ કરાઈ નથી. આ કેસ હજી પૂરો થયો નથી. A સમરી રિપોર્ટ નો 2 જી માર્ચે જવાબ રજુ કરીશું. 


ભાજપે કોંગ્રેસને આપ્યો સૌથી મોટો ઝટકો : કોંગ્રેસના જૂના જોગી નારણ રાઠવાના કેસરિયા